વિવાદ:પરબની ફેક્ટરીઓમાંથી ફરી કલર અને કેમિકલવાળું પાણી ખાડીમાં છોડાતા રોષ

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GPCBએ અગાઉ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ આવ્યો નથી ત્યા ફરીથી વિવાદ
  • ખાડીનુંં પાણી ખેડૂતો ખેતીમાં વાપરતા હોવાથી જમીન અને પાકને નુકસાન

ઉંભેળ ગામનાં ખેડૂતોએ ફરિયાદ કરતા એક મહિના અગાઉ GPCB દ્વારા 3 એકમોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેનો તપાસ રીપાર્ટ જાહેર થયો નથી. ત્યા ફરીથી કલરયુક્ત પાણી છોડાતા ગ્રામજનોએ ફરિયાદ કરતા GPCBના અધિકારીઓ સીધા એકમોમાં દોડી ગયા હતા. જેથી ગ્રામજનોએ GPCBનાં અધિકારીઓ પર સાંઠગાઠનો આક્ષેપ કર્યો હતો.

પરબ વલણ ગામની હદમાંં ઓમ ટેક્ષ ટાઇલ પાર્ક અને GM ટેક્સ્ટાઇલ પાર્કમાં અનેક ઔદ્યોગિક એકમો ધમધમે છે. જેમાંથી નીકળતુ કલર અને કેમીકલ વાળું પાણી ખુલ્લી ખાડી અને સિંચાઇ માટેના કાંસમાં છોડાઇરહ્યું છે, જે પાણી ઉંભેળની હદમાંથી વહેતી ખાડીમાંથી પસાર થઇ રહ્યું છે. જેનો ઉપયોગ ખેડૂતો ખેતી માટેે કરતા હોય જમીન અને પાકને માઠી અસર થઇ રહી છે.

આ બાબતે ઉંભેળનાં ગ્રામજનો દ્વારા એક મહિના પહેલા ફરિયાદ કરતા GPCBના અધિકારીઓ તપાસ માટે આવી પરબ ગામે અન્ય એક ધમધમતા સુખરામ ટેક્સ્ટાઇલ પાર્કમાંથી 3 એકમોમાંથી સેમ્પલો લઇ ગયા હતા. જેનો તપાસ રિપોર્ટ હજુ સુધી ગ્રામજનો સમક્ષ રજુ કયો નથી, અને ફરીથી ખાડીમાં કલરવાળું પાણી આવતા ગ્રામજનોએ GPCBમાંંફરિયાદ કરતા બે દિવસ પહેલા GPCBની ટીમ પરબ વલણ ગામે આવી સીધી વેલ્વેટનું કાપડ બનાવતા એકમમાં ઘુસી ગઇ હતી.

જેની જાણ ગ્રામજનોને થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને GPCBના અધિકારીઓ પાસે મહિના અગાઉ લીધેલા સેમ્પલો મુદ્દે શુ કાર્યવાહી થઇ તેની વિગતો માગી હતી. જાણવા મળતી વિગત મુજબ GM ટેક્ષ્ટાઇલમાં કાર્યરત વેલ્વેટ કાપડનાં એકમમાંથી પાણીનાંં સેમ્પલો લેવામાં આવ્યા છે અને નોટીસ પણ ફટકારવામાં આવી છે.

અગાઉની વિગતો માંગતા અધિકારીઓએ મોં સીવી લીધા
GPCBના અધિકારીઓ પાસેથી એક મહિના અગાઉ 3 એકમોમાંથી લીધેલા સેમ્પલોનોં રિપોર્ટ અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો માંગતા અધિકારીઓએ મો સીવી લીધા હતા. તેમજ અધિકારીઓનાં આઇકાર્ડ બતાવવા તથા નામ જણાવવાનુ કહેતા તેનો પણ ઇન્કાર કરી દીધો હતો. છેવટે ગ્રામજનો દ્વારા પોલીસ બોલાવવાની ચીમકી ઉચ્ચારતા નામ અને હોદ્દો જણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...