તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઇલાજ કરાવી પરત સૌરાષ્ટ્ર જઇ રહેલા વૃદ્ધનું નવી પારડી પાસે કાર અડફેટે મોત

નવાગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના સાવરકુંડલા ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધને મગજની બીમારી હોય જેઓ સારવાર માટે સુરત આવ્યા હતાં, જ્યાં ડોક્ટરને બતાવી પરત ફરી રહ્યા હતાં ત્યારે કામરેજના નવીપારડી ખાતે રોડ ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે એક અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી રોડ પર ફંગોળી દેતા તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત ખસેડ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ યોગી ચોક પુણા ગામ મંગલમ રેસીડેન્સીના મકાન નં 103 માં રહેતાં રત્નકલાકાર અલ્પેશભાઇ ધનજીભાઇ ધડુક (મુળ રહૈ. ધજડી ગામ સાવરકુંડલા જી અમરેલી)નાં ગામમાં રહેતા પિતા ધનજીભાઇ ગોબરભાઇ ધડુક (60)ને મગજની જુની બિમારીથી પીડાતા હોય. 5-4-2021નાં સુરત બતાવવા આવ્યા હતા. મનોચિકિત્સકને બતાવ્યા બાદ સુરતમાં રહેતા પોતાનાં નાનાભાઇ અનેે પુત્ર અલ્પેશને ત્યાં રોકાયા હતા અનેે બીજે દિવસે 6-4-2021નાં બપોરે 3 વાગે પરત વતન સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતાં. જેમને નવીપારડીથી લકઝરી બસમાં બેસવાનું હોય.

સુરતથી કામરેજ આવી કામરેજથી રીક્ષામાં બેસી નવીપારડી ઉતરી હાઇવે પર મહિન્દ્રા શો રૂમની સામેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી રોડ પર પાડી ભાગી ગયો હતો, જેથી ગોબરભાઇનેે કપાળ ચહેરા નાક છાતીનાં ભાગે ગંભીર ઇજા થતા 108માં સુરત સ્મીમેરમાં ત્યાંથી વધુ સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યા તેમનું ગંભીર ઇજાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો