તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કઠોદરા પાસે હાઇવે ક્રોસ કરતાં વૃદ્ધનેે ટેમ્પોએ ટક્કર મારતાં મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કઠોદરા ગામે કોળીવાડ ફળીયામાં રહેતા ભીખાભાઈ રણછોડભાઇ ભાલિયા (75) રવિવારે બપોરેે પોણા એક વાગેે કડોદરાથી કામરેજ જતા હાઇવેેપર કઠોદરાં પાટીયા પાસેે હાઈવેે ક્રોસ કરી રહ્યા હતાં. ત્યારેે કડોદરા તરફથી પુરઝડપેે ધસી આવેલા આઇસર ટેમ્પોનં GJ 04 X 6722નાં ચાલકેે વૃદ્ધનેે અડફેટે લેતા હાઇવેે પર પટકાયેલા ભીખાભાઇને માથામાં ગંભીર ઇજા થતાંં સ્થળ પર જ મૃત્યું નીપજ્યું હતું.આઇસર ચાલકટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં કઠોદરા ગામનાં લોકો દોડી આવ્યા હતા અને મરણજનારનાંં પુત્રએ આઇસરટેમ્પો ચાલક વિરુધ કામરેજ પોલિસ મથકેે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...