ચોરી:ઘલુડીમાં લોખંડનો ગેટ અનેે કરિયાણું મળી 1.76 લાખની ચોરી

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો ફ્રીઝ, ગેસના સિલિન્ડર, મસાલાી પણ ચોરી ગયા

કામરેજ તાલુકાના ઘલુડી ગામે આવેલા ફાર્મ હાઉસમાં મુકેલો હોટલનો સામાન અને ફાર્મહાઉસનો લોખંડને ગેટની ચોરી થઈ ગઈ હતી. જે ઘટના અંગે ફાર્મ હાઉસના માલિક દ્વારા 1.76 લાખની ચોરીની ફરિયાદ કામરેજ પોલીસમાં નોંધાવી છે. મહિધરપુરા નાગર શેરીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલ ઘલુડી ગામેે ખેતી અનેે ફાર્મમાં હોટલનો ધંધો કરે છે. જે માટે હોટલનો સામાન તથા ખેતીનાં સામાન વિજય પેટ્રોલ પંપની બાજુમાંં આવેલા ફાર્મમાં તથા થોડે દૂર આવેલા તબેલાની બાજુમાં બનતા બીજા ફાર્મમાં મૂક્યો હતો. ફાર્મમાં લોખંડનો ગેટ પણ લગાવવામાં આવ્યો હતો.

રાત્રિનાં ચોર ઇસમો લોખંડનો ગેટની ચોરી કરી લઇ ગયું હતું. ત્યારબાદ તબેલાની બાજુમાં મજૂરોએ 11-8-2021નાં રાત્રે યે બાઇક પર જતાં બે અજાણ્યાનેે જોયા હતાં. ત્યારબાદ 25-8-2021ની રાત્રે ફાર્મનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસી ફાર્મમાં મુકેલા આશરે 250થી 300 માણસોની રસોઇ થાય તથા જમી શકે તેટલા ડીશ તથા તપેલા, 18થી20 ફૂટ લંબાઇનાં ગેલ્વેનાઇઝનાં પાઇપ નંગ 18, સબમર્સીબલ પંપ નંગ 3, નાની સાદી મોટર નંગ 2, ટ્રેક્ટરનાં ઓજાર, ફ્રીઝ, ગેસનાં બાટલા નંગ 2, 5 મણ ખાંડ, ઘરવખરી, મસાલાનાંં ડબ્બા મળી કુલ 1,76,500 રૂપિયાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...