ફરિયાદ:પુત્ર સાથેના ઝઘડાની દાઝ રાખી સુતેલા પિતા પર કુહાડીથી હુમલો

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માકણાની ઘટનામાં ફળિયામાં જ રહેતા યુવાન સામે ફરિયાદ

કામરેજ તાલુકાના માકણા ગામે પુત્ર સાથે થયેલા ઝઘડાની અદાવતમાં પિતા પણ કુહાડીથી ઘાતકી હુમલો કરાયો હતો.

કામરેજ તાલુકાના માંકણા ગામ નહેર ફળીયુંમાં રહેતા રમેશભાઇ વનમાળીભાઇ રાઠોડનો નાનો પુત્ર નિતીન 16-5-2022ના રોજ ફળીયામાં એક્ટિવા શીખતાં પડી જતાં ઘૂંટણમાં ઇજા થઇ હતી. નિતીન ફળીયામાં તેના મિત્રો સાથે બેસવા જતો હતો. ત્યારે ફળીયામાં જ રહેતો સુનિલ મોહન રાઠોડ (25) ત્યાં આવી નિતીનને વાગેલા પગમાં દબાવી દુખાડી હેરાન કરતો હતો. જે બાબતે નીતિન અને સુનિલ વચ્ચે ઝઘડો થયો હતો.

18-5-2022ના રોજ બપોરે રમેશભાઇ ઘરમાં સુતા હતા ત્યારે અચાનક હુમલો કરાતા પરિવાર એકઠો થઇ ગયો હતો. નજીકમાં જ સુનિલ મોહન રાઠોડ કુહાડી લઇને ઉભો હતો. તેમજ કુહાડી પર લોહીનાં ડાઘ હતાં. જેને ફળીયાનાં લોકોએ પકડી લીધો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પકડીને કામરેજ લઇ ગઇ હતી.

રમેશભાઇને રીક્ષામાં ચલથાણની સંજીવની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી સુરત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ગળા અને માથાનાં ભાગે ટાંકાઓ લેવામાં આવ્યા હતા. હાલમાં પણ બેભાન હાલતમાં હોય જે ગંભીર સ્થિતિમાં છે. જ્યારે સુનિલ મોહન રાઠોડ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...