કામરેજ કેનાલ રોડ પર આવેલા બાપાસીતારામ ચોક નજીક શગુન લીવીની દુકાનમાં એક બોગસ ડોક્ટર આર્યુવેદિક દવાઓની આડમાં એલોપેથી દવા, ઈન્જેક્સન અને બાટલા ચઢાવતો હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરતાં ડોક્ટર રંગે હાથે ઝડપાયો હતો. પોલીસે 18 હજારના મુદ્દામાલ સાથે ડોક્ટરની ધરપકડ કરી છે.
કામરેજ કેનાલ રોડ પર બાપાસીતારામ ચોક નજીક શગુન લીવીનો કોમ્પલેક્ષમાં મહાવીર ક્લિનીક નામે દવાખાનું ચલાવતા આરસ વૈષ્ણવ ગુજરાત મેડીકલ જનરલ પ્રેક્ટિસ લાયસન્સ વગર દવાખાનુ ચલાવતો હોવાની કામરેજ પોલીસને જાણ થતાં તા 8-5-2022નાં સાંજે કામરેજ પોલીસે રેડ કરી ગુજરાત ખાતે મેડીકલ પ્રેકટિસ કરવા અંગે તેની પાસે આધાર માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ તપાસમાં એલોપેથી દવાઓ તથા મેડીકલ પ્રેક્ટિસનાં સાધનો વગર ડીગ્રીએ તેમજ ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનાં પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
29 પ્રકારની એલોપેથિ દવા તથા સાધનો મળી કુલ 18902 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. આમ આર્યુવેદિક દવાની આડમાં એલોપેથિની દવાનું વેચાણ તથા મેડીકલ પ્રેક્ટિસ કરી મનુષ્યની જીંદગી સાથે ચેડા કરતા આરસ વૈશ્ણવની ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એકટ 1963 તથા ઇન્ડીયન મેડીકલ ડીગ્રી એકટ 1916 હેઠળ કામરેજ પોલીસે આરસની અટક કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.