વિવાદ:ક્રિકેટ મેચ હારી જતાં વિફરેલા યુવકે હરિફને માર માર્યો

નવાગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાનાંં આંબોલી ગામનાંં ગૌચરનાંં ક્રિકેટ મેદાન પર 2 નવેમ્બરે ઓડ ફળિયા અનેે રાઠોડ ફળિયાની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી, જેમાં ઓડ ફળિયાની ટીમ જીતી જતાં જીતની ઉજવણી કરતા હતા. ત્યારે હારેલી ટીમનાંં હરેશ નટવર વસાવાએ ઓડ ટીમનાં હિતેશ ગોરધન ઓડ પાસેે આવી ગાળો આપી ઝપાઝપી કરી હતી.

જે બાદ નટુ વસાવા હોકી તથા નરેશ લોખંડની ટોમી લઇને આવ્યા હતા અનેે હિતેશનેે માર મારવાનુ ચાલુ કરતા હિતેશે બુમાબુમ કરતા તેની મમ્મી શારદાબેનને ખબર પડતા તેઓ દોડી આવ્યા હતાં અનેે મારા છોકરાને કેમ મારો છે તેમ પૂંછતા નટુ વસાવા અને તેનાં બંને દિકરાએ હીતેશ અને શારદાબેનને ગાળો આપી માર માર્યો હતો.

જેથી મેદાન પર હાજર લોકોએ છોડાવ્યા હતા.મારામારીમાં હિતેશ ઓડ તથા શારદાબેનનેે જમણા હાથેે ગંભીર ઇજા થતાં દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.ઘટના અંગે નટુ વસાવા અને હરેશ તથા નરેશ વસાવા વિરુદ્ધ કામરેજ પોલસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...