તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નવાપુર-નંદુરબાર રોડ પર રિક્ષા પલટી મારતાં એક યુવકનું મોત

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક યુવકને ઇજા થતાં સારવાર હેઠળ

નવાપુર તાલુકાના ખાંડબારા-નંદુરબાર રોડ પર વાટવી ગામ નજીક એક પેસેન્જર રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 23 વર્ષીય મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાંડબારા પોલીસ દ્વારા ખાંડબારા ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ખાંડબારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સાંજે 4 વાગ્યાના સુમારે એક એપેક્ષ પેસેન્જર રિક્ષા ખાંડબારાથી ભાડવડ ગામ તરફ જઇ રહી હતી. વટાવી ગામની સીમમાં રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતાં રિક્ષા રોડની સાઈડે ઉતરી જતાં રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બિજગાંવના 23 વર્ષીય રવિન્દ્ર વિજા વલવીનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કુંભારપાડાના 18 વર્ષીય રોહન રવિન્દ્ર વલવી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રિક્ષામાં માત્ર બે જ મુસાફરો હતા. ઘટનાસ્થળે ખાંડબારા પોલીસ પ્રવિણ આહિરે અને વિશ્વાસ ગાવિત ઘાયલોને સારવાર માટે ખાંડબારા ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...