દુષ્કર્મ:ખોલવડના ફાર્મમાં સંબંધીએ જ દુષ્કર્મ આચરતાં તરૂણીએ બાળકીને જન્મ આપ્યો

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મના આરોપી સગીરને પકડવા કામરેજ પોલીસ રાજકોટ પહોંચી

કામરેજ તાલુકાના ખોલવાડ ખેતીવાડી ફાર્મમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીર દીકરીને સગીર સંબંધીએ અવાર નવાર શારીરિક સંબંધ બાંધી કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. જે અંગેની જાણ સગીરાના પિતાને થતાં સગીર વિરૃદ્ધ ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ખોલવડ ખેતીવાડી ફાર્મમાં ઝુંપડપટ્ટીમાંં રહેતા શ્રમજીવી પરિવારની 16 વર્ષની સગીર વયની દિકરીને ત્યાં જ ઝુંપડામાં રહેતા નજીકનાં સબંધી મામા અને 18 વર્ષથી નાની વયનાં બાળ કિશોરે ડરાવી ધમકાવી જાન્યુઆરી 2022માં જબરજસ્તી શરીર સબંધ બાંધતાં સગીરાને ગર્ભ રહી ગયો હતો. બેે ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવારજનો ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં.

જ્યાં સગીરાની તપાસમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જેથી વધુ સારવાર માટે સગીરાને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તા 9-9-2022નાં સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાની પુછપરછમાં ખેતીવાડી ફાર્મ ખાતે જ રહેતો સંબંધી મામા (મુળ રહે. રાજકોટ )જાન્યુઆરી 2022નાંં પ્રથમ અઠવાડીયામાં ડરાવી ધમકાવી તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો અને આ બાબત કોઇને જાહેર કરશે તો ઘરનાં તમામ સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કામરેજ પોલીસે સગીરાનાં પિતાની ફરિયાદ લઇ બળાત્કાર અને પોકસોની ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...