દુર્ઘટના:ચાલુ ટ્રકનો દરવાજો પકડી લટકેલો યુવક પટકાયો, ટાયર ફરી વળતાં મોત

નવાગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી ભાગતી ટ્રકને અટકાવવા જતા દર્ઘટના

કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પાસે ટેમ્પા અને ટ્રકનો અકસ્માત થતાં ટેમ્પોનો કાચ તોડી જતાં ટેમ્પો ચાલક ચાલુ ટ્રકે લટકી ગયો હતો. ટ્રક ચાલક ટેમ્પા ચાલકને લટકેલી હાલતમાં 500 મીટર ખેંચી ગયા બાદ નીચે પટકાતા ટ્રકના વ્હીલ નીચે આવી જતાં મોત નીપજ્યું. કામરેજ તાલુકાના ટોલનાકા પરથી 2 જાન્યુઆરીનાં સવારેે 8 વાગે એક આઇસર ટેમ્પો નં (GJ- 05 AT- 0296)નો ચાલક દુર્ગા પ્રસાદ દેવતાદીન પાલ (43) (હાલ રહે. રઘુવીર એપાર્ટમેન્ટ ઉમરવાડા સુરત શહેર) પસાર થતો હતો. ત્યારેે હાઈવે પરથી પસાર થતી ટ્રકનાં ચાલકેે ટેમ્પોને ટક્કર મારતાં સાઇડ ગ્લાસ તોડી નાંખ્યો હતો.

જેથી ટ્રકને ઉભી રખાવવામાં ટેમ્પો ચાલક ટ્રકમાંથી ઉતરી ગયો હતો, અને ટ્રકને ઊભી રાખવાની કોશીશ કરી હતી. પણ ટ્રક ઉભી ન રહેતાં ટેમ્પો ચાલકે ટ્રકનો દરવાજો પકડી લેતા દરવાજા સાથે લટકી ગયો હતો. જે લટકતી હાલતમાં ટ્રક હંકારી મુકતા ટોલનાકાથી આગળ વિજય હોટલ 500 મીટર ટેમ્પો ચાલક લટકી રહ્યો હતો.

ટેમ્પા ચાલકનો હાથ દરવાજાથી છુટી જતાં નીચે રોડ પર પટકાતા ટ્રકનાં વ્હીલ આઇસર ટેમ્પોનાં ચાલક પરથી ફરી વળતા કેડની ડાબી બાજુ તથા ડાબા પગનાં જાંઘનાંં ભાગે તેમજ જમણાં પગનાં પંજાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતાં ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...