અકસ્માત:રોડની બાજુમાં આવેલા થાંભલાં સાથે બાઇક ભટકાતાં યુવકનું મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિઝરનો યુવક અંત્રોલીમાં ઇંટના ભઠ્ઠા પર કામ કરતો હતો

કામરેજ તાલુકાના અંત્રોલી ગામે ઈંટના ભઠ્ઠા પર કામ કરતો 23 વર્ષીય યુવક પોતાના ગામ રૂમકીતળાવ જઈ રહ્યો હતો ત્યારે ઘલા ગામની સીમમાં રોડની સાઈડે આવેલ થાંભલા સાથે મોટરસાઈકલ ધડાકાભેર અથડાવી દેતા મોત કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ અંત્રોલી ગામે આવેલ અશોકભાઇનાં ઇંટનાં ભઠ્ઠા પર કામ કરતાં સંદિપભાઇ કાંતિલાલ પ્રધાન (23) ( મુળ રહે.ઃરૂમકી તળાવ નીશાળ ફળીયું નીઝર જિ તાપી) 3 જૂન બપોરેે ત્રણેક વાગેે કરજણ ગામની સીમમાં ઘલા પાટીયાથી ઘલા ગામ જવાનાં રોડ પર હીંદવા ડ્રિમ્સ ટેક્ષ્ટાઇલ્સનાં ગેટની સામેેથી હીરો હોંડા મોટરસાઈકલ નં (GJ- 19 N- 7251) પર પસાર થતાં હતાં. ત્યારેે મોટરસાઈકલ પરનો કાબુ ગુમાવી રોડની સાઇડેે આવેલા આર સીસીનાં થાંભલા સાથે જોરદાર ભટકાવી દેતા શરીરે ગંભીર ઇજા પામતા મોત થયું હતું. અકસ્માત ઘટનાની ફરિયાદ સંજયભાઇ રવિદાસ વસાવા એ કામરેજ પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...