દારૂની હેરાફેરી:વાવ હાઈવે નજીક દારૂ સગે વગે કરી રહેલો યુવક પકડાયો

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધારામાં બે નાસી ગયા, 9.13 લાખનો મુદ્દામાલ કબજે

કામરેજ તાલુકાના વાવ ગામે ભાલિયાવાડમાં રહેતો જયેશ ઉફે બરેલી ચીમન ભાલિયા તેના સાગરિતો સાથે વાવ ગામની સીમમાંથી પસાર થતાં મુંબઇથી અમદાવિદ જતાં હાઇ વેની બાજુમાં આવેલ ખોંડલ બ્રીકસ નાં કંપાઉંડની બાજુમાં એક સફેદ રંગની ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી ઉતારી બીજા વાહનોમાં સગેવગે કરવાની પેરવીમાં હોવાની સુરત ગ્રામ્ય LCBપોલિસનેે બાતમી મળતાં ટીમે સ્થળ પર રેડ કરતા સફેદ રંગની ફોર વ્હીલ ગાડીમાંથી પ્લાસ્ટીકનાં કોથળામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રહેલ એક ઇસમને પકડી લીધો હતો. તથા બીજા બે ઇસમો અંધારામાં નાશી ગયા હતા.

તપાસ કરતા નંબર વગરની સફેદ ટાટા પંચ ગાડીની ડીકીમાંથી તથા ગાડીની બાજુમાં ઉભેલ હોંડા એકટીવા તથા હીરો પ્લેઝર ઉપરથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. LCBપોલીસે કબ્જે કરેલ વિદેશી દારૂની 132 નંગ બાટલી કિં.52875રૂ તથા નંબર વગરની ટાટા પંચ ફોર વીલ ગાડી કિં 8,00,000રૂ તથા હોંડા એક્ટીવા કિં 30,000રૂ તથાં હીરોં પ્લેઝર કિં 30,000રૂ તથા સેમસંગ મો કિં.500 રૂ મળી કુલ 9,13,975રૂપિયાનોં મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ જયેશ ઉફે બરેલી ચીમન ભાલિયાની અટક કરી માલ પુરો પાડનાર સફેદ નંબર વગરની ટાટા પંચ ગાડીનોંચાલક તથાંજથ્થોં લેનાર રોહીત રાજુ ભાલિયાને વોન્ટેડ જાહેર કયા હતા.

અન્ય સમાચારો પણ છે...