રોષ:કામરેજના વાવમાં 150 સરકારી આવાસના દાદર જ ન બનાવીને કટકી કરી લેવાનો ખેલ

નવાગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના વાવ ગામે બનેલું આવાસ જેમાં દાદર બનાવવાનું છોડી દેવાયું જ્યારે અન્ય ગામમાં આ જ યોજના હેઠળ બનેલું દાદરવાળું આવાસ. - Divya Bhaskar
કામરેજ તાલુકાના વાવ ગામે બનેલું આવાસ જેમાં દાદર બનાવવાનું છોડી દેવાયું જ્યારે અન્ય ગામમાં આ જ યોજના હેઠળ બનેલું દાદરવાળું આવાસ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનાં બાંધકામમાં ગોબાચારી સામે લાભાર્થીઓમાં રોષ

સરકાર ગરીબોને પાકુ ધાબાવાળુ ઘરનુ ઘર મળે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા સાડા ત્રણ લાખનાં ખર્ચે RCC ચણતરવાળું 350 ચોરસફુટનું પાકું ઘર આપવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. એક જ સરખાં મકાનો બને એ માટે મકાનોની ડીઝાઇન અને ગાઇડ લાઇન પણ તૈયાર કરી છે. જે મુજબ મકાનના બાંધકામનો નિયમ કરવામા આવ્યો હતો. સરકારે તૈયાર કરેલ પ્લાનમાં દાદરનો ઉલ્લેખ છે. સુડામાં સમાવેશ ગામોમાં અરજદાર પાસે અરજીઓ મંગાવી મંજૂર થયેલા આવાસો બનાવવાની કામગીરી સુડાએ એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જેમાં કામરેજ તાલુકાનાં વાવ ગામે કોન્ટ્રાક્ટરે સરકારે નક્કી કરેલ ડીઝાઇન કે ગાઇડલાઇન મુજબનાં 150થી વધુ આવાસો નહી બનાવી, બાંધકામમાં ગોબાચારી આચરવામાં આવી છે. જે મકાનોની હાલમાં પણ કામગીરી ચાલું જ છે. 150થી વધુ મકાનો દાદર વગર જ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે તેના પ્લાન એસ્ટીમેન્ટમાં દાદાર સામેલ છે. સીંગલ ધાબા વાળા મકાન પણ દાદર વગર તેમજ કેટલેક ઠેકાણે 4 થી 5 મકાનો એક સાથેે બનાવેલ છે.

તેમાં એક પણ મકાનનાંં ધાબા પર ચઢવા માટે દાદર બનાવેલ નથી. તેમજ મકાનનાં ધાબા પર બે મકાનોને અલગ કરતી દિવાલો પણ નહી બનાવી ખર્ચ બચાવી લાભાર્થી સાથે છેતરપિંડી કરી ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાની માહિતી છે. તેમજ મકાનોનાં બાંધકામમાં સસ્તુ મટીરીયલ વાપરી તકલાદી મકાનો બનાવી દેવાતા દિવાલોમાં પણ તીરાડો પડી ગયેલી જોવા મળે છે. ચોમાસામાં ધાબાં પણ ગળતા થઇ ગયા હોવાનું લાભાર્થી જણાવી રહ્યા છે. આ આવાસના કામમાં ઉચ્ચ અધિકારીઓ વિઝીટ કરીને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે એક આવાસના લાભાર્થીઓની માંગણી છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતમાં આવાસની કામગીરી પર માઠી અસર
આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ સુ ડાની આવાસ કચેરીમાં ફરિયાદ કર્યાના દોઢ મહિના બાદ પણ કોઇ તપાસ હાથ નથી ધરાઇઆવાસ બાંધકામના મકાનનાંં પ્લાનમાં ભવિષ્યમાં Staircase provision for future expansion લખેલું છે અને બતાવેલ છે, પરંતુ ભષ્ટ્રાચાર આચરવા કોન્ટ્રાક્ટર, સુડાનાં અધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગતમાં ગરીબોનાં મકાન બાંધકામમાં ગંભીર બેદરકારી દાખવી છે, સાથે ભ્રષ્ટ્રાચાર કર્યાની શક્યતા છે.

મારે ત્યા દાદર બનાવાયો જ નથી
વાવ ગામે રહેતા મકાન માલિક (આવાસ યોજનાના લાભાર્થી) રમેશભાઇ ભગાભાઇ રાઠોડના જણાવ્યા મુજબ તેમનું ઘર બનાવ્યું છે, પણ દાદર બનાવેલ નથી. કોન્ટ્રાકટરને બે ત્રણ વખત કહેલું છે, સાડાંત્રણ લાખમાં દાદર નહીં આવે અત્યારે જે નવા ફોમૅ ભરાયા છે તે સાડા પાંચ લાખના છે. તેમાં દાદર આવે છે.

અન્ય ગામમાં દાદર બનાવાયા છે
દરેક ગામમાં દાદર બનાવેલા છે અમારા વાવ ગામમાં જ નથી બનાવેલા. કોન્ટ્રાક્ટરને ઘર બાંધતા પહેલા જ વાત કરી હતી દાદર ન બાંધે તો અમારે ઉપર ચઢવું જ કેવી રીતે. ક્યાંથી જવાનું. તો દાદર બનવાવામાં આવશે નહીં એવુંજણાવવામાં આવ્યું હતું. સરપંચ તલાટી બધાને ખબર છે કે દાદર નથી બનાવેલા ઘર તોડી નાંખેલું એટલે શું કરીએ. કામરેજ તાલુકાનાં જે ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલે છે તે દરેક ગામોમાં દાદર સાથેનાં મકાનો બનાવેલા છે તો વાવ ગામમાં દાદર વગરનાં મકાનો કેમ? > સોમાભાઈ બુધિયાભાઈ રાઠોડ, વાવ લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...