અકસ્માત:કઠોરમાં તમાકુ ખાઈ થૂંકવા જનારને ખેંચ આવી જતાં નીચે પટકાતા મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિફટની ખાલી જગ્યામાં તમાકુ ખાઇને થૂંકવા ગયો હતો

કામરેજ તાલુકાના કઠોર ગામે માનસરોવર રેસીડેન્સીની બિલ્ડિંગના 5માં રહેતા 35 વર્ષીય યુવક તમાકું ખાઈને લિફટવાળી ખાલી જગ્યામાં થૂંકવા જતાં યુવકને ખેચ આવતાં તેનું સમતોલન ગુમાવતાં તે લિફ્ટની ખાલી જગ્યામાં પડતા તેમને ગંભીર ઈજા પહોંચતાંું મોત નીપજ્યું હતું. કામરેજ તાલુકાનાં કઠોર ગામે આવેલ માનસરોવર રેસીડેન્સી બિલ્ડીંગ નં નાં AI2 રૂમ નં 508માં પાંચમાંં માળેે શૈલેશભાઇ પટેલનાં મકાનમાં રહેતાં દિલીપભાઇ મનહરભાઇ ગઢીયા (35) 24મી મેના રોજ બપોરે 5.45 વાગે મકાનની સામે લિફટની ખાલી જગ્યામાં તમાકુ ખાઇને થૂંકવા ગયા હતાં.

આ દરમિયાન તેમનેે અચાનક ખેંચ આવી જતાં તેમનો પગ લપસી ગયો હતો. જેથી દિલીપભાઈ લીફટની ખાલી જગ્યામાં પડી જતાં માથા અને નાકનાં ભાગેે ગંભીર ઇજા થઇ હતી. જેમને સારવાર માટે 108ને ફોન કરતાં 108ની ટીમ આવી દિલીપભાઈને તપાસતા તેમને મૃત જાહેર કર્યા હતાં. દિલીપભાઈના પરિવારે જણાવ્યું હતું કે દિલીપભાઇને જૂની ખેંચની બિમારી હતી. અકસ્માતની ફરિયાદ મરણ જનાર દિલીપ ગઢીયાનાંં ભાઇ કમલેશ ગઢીયાએ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...