વિચિત્ર ઘટના:કામરેજમાં બાઇક લઇ ગયેલો મિત્ર આપઘાત કરવા ગયો અને ચોરાઇ ગઇ

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોલવડ જતાં માર્ગ પર ઓટો મોબાઇલની દુકાન પાસે બાઇક મૂકી હતી

કામરેજના લસકાણા રહેતા યુવાનની બાઇક મિત્રને જરૂર હોવાથી લઈ ગયો હતો. જે બાઇક લઈને મિત્ર તાપીના બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલમાં રજા આપતાં બાઇક લેવા જતાં મિત્રએ જણાવ્યું હતું કે તેની બાઇક ખોલવડ ખાતે મુકી આત્મહત્યા કરવા ગયો હતો. તપાસ કરતાં બાઇકની ચોરી થઈ હોવાથી ફરિયાદ કરી હતી.

લસકાણા ઓમ ટાઉનશીપ વિભાગ 5 બી 103માં રહેતા રાકેશભાઇ નરશીભાઇ વાવૈયા (30) સુરત કાપોદ્રા ખાતે હીરા મજૂરીનુંં કામ કરે છે. તેમને કારખાનામાં કામ કરતા નીલેશ હિંમત રાજપરા (રહે. એફ 201 માન્ય રેસી.સરથાણા) સાથેે મિત્રતા થઇ હતી. 27-2-2021નાં નીલેશેે તેની મમ્મીની તબિયત સારી ન હોય હોસ્પિટલનાં કામે રાકેશ પાસેથી બાઇક લઇ ગયો હતો. ત્યારબાદ નીલેશેે કામ પર આવવાનું બંધ કરતા નીલેશના ઘરે રાકેશ બાઇક લેવા જતાં નીલેશની પત્નિએ જણાવેલ કે મારા પતિ તમારી મો સા. લઇને તાપી નદીનાં બ્રિજ પરથી કુદી આપઘાત કરવા ગયા હતાં અનેે હાલ તેઓ હોસ્પિટલમાં છે. જેથી નીલેશનેે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાકેશ નીલેશનાં ઘરે મોટરસાઈકલ લેવા ગયો હતો.

ત્યારે નીલેશે જણાવ્યું હતું કે તે કામરેજ ચાર રસ્તાથી ખોલવડ જતાં રોડ પર ઇંડીયન ઓઇલ પંપ નજીક કેવીન ઓટોસેલ્સ નામની દુકાન સામેે મોટરસાઈકલ મુકી તાપી બ્રિજ પર આપઘાત કરવા ગયો હતો. જે જગ્યા પર16-5-2021નાં તપાસ કરતાં બાઇક ચોરાઇ ગયેલી હોવાનું જણાતા કામરેજ પોલીસ મથકે મોં.સા.નં GJ 05 FX 5394 ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...