હલધરૂ ગામેે શેરડી કાપતા મજુરોના પડાવમાં આગ લાગતા 2 મોટરસાયકલ બળીને ખાખ થઇ ગઇ હતી. મજુરો શેરડી કાપવાની મજુરીએ ગયા હતા, ત્યારે અચાનક આગ લાગતા 8 ઝૂંપડામાં મુકેલો ઘરવખરી બળી ગઇ હતી.
કામરેજ તાલુકાના હલધરૂ ગામે ગૌચરમાં ચલથાણ સુગરના મજુરો પડાવમાં રહી શેરડી કાપવાની મજુરી કરે છે. તા.4-3-2022નાં પડાવમાં રહેતા મજુરો શેરડી કાપવા ગયા હતા, ત્યારે સાંજનાં પાંચેક વાગેનાં સમયેે અચાનક આગ લાગતા પડાવમાનાં આઠ ઝુપડા આગની લપેટમાં આવી ગયા હતા, અનેે ઝુંપડામાંં મુકેલા સામાન સહિત 2 મોટર સાયકલોપણ સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં ગરીબ મજુરોને મોટું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. આગમાં ટેમ્બરીયાભાઇ વિરમ્ભાઇ પાડવી (મુળ મહારાષ્ટ્ર )નાં ઝુંપડામાં મુકેલો હીરોંપેશન મો સા.નં GJ 19 AB 9176તથા બીજી ટુકડીનાં સભ્ય ભીમસિંગ દિવાલિયાં વળવીની હીરોંસ્પેલેન્ડર મો સા.નં MH 18 2557 બળીને ખાખ થઇ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.