ડુપ્લીકેટ ગુટકા બનાવવાનું કૌભાંડ:કામરેજમાં ડુપ્લીકેટ દારૂ બાદ નકલી ગુટકાનું કારખાનું મળ્યું

નવાગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુપ્લિકેટ વિમલ બનાવવા માટેનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો - Divya Bhaskar
ડુપ્લિકેટ વિમલ બનાવવા માટેનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
  • સ્થળ પરથી 1.98 લાખના ડુપ્લીકેટ ગુટકા ઝડપાયા

થોડા દિવસ પહેલા કામરેજ તાલુકાના ખોલવડ ગામેથી નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયા બાદ હવે દેરોદ ગામેથી ડુપ્લીકેટ ગુટકા બનાવતું કારખાનું ઝપડાયું છે. પોલીસે સ્થળ પરથી ડુપ્લીકેટ ગુટકા, રો મટિરિયલ અને મશીનરી મળીને કુલે 2.72 લાખનો મુદ્દામાલ સાથે બે ઈસમની અટક કરી છે.

કામરેજ તાલુકાનાં દેરોદ ગામની સીમમાં આવેલી સન રેસીડેન્સી મકાન નં 44 માં ડુપ્લીકેટ વિમલ પાનમસાલા બનાવવાનું કારખાનું ચાલતું હોવાની બાતમી આધારે કામરેજ પોલીસને મળતા બાતમી આધારે પંચો રૂબરૂ રેડ કરતા સ્થળ પરથી ડુપ્લિકેટ વિમલ પાન મસાલા તથા V_1તમાકું ડુપ્લિકેટ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. સ્થળ પરથી બે માણસો ઝડપાયા હતા. જેમની પૂછતાછ કરતાં પોતાનું નામ જયેશભાઇ લીંબાભાઇ પટોડીયા (34) (રહે. દેરોડગામ), દેવચંદભાઇ નાગજીભાઇ ગોડલિયા (52) (રહે.લશકાણા)ને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

કામરેજ પોલીસેે ઝડપાયેલા મુદદામાલની ખરાઇ કરવાં માટે અમદાવાદ સ્થિત કંપનીનાં ઓથોરાઇઝડ પર્સન હિરેનભાઇ મુકેશભાઇ પટેલ ને જાણ કરી બોલાવ્યા હતા. જેમણેે કંપનીનાં કોપીરાઇટ તથા ટ્રેડમાર્કનોં દુરૂપયોગ કરી વિમલ પાન મસાલા તથા v_1ટોબેકોમાં ભેળસેળ કરી ગુનાહિત કાવતરૂ રચી કંપનીનાં કોઇપણ જાતનો પરવાનો કેે પરવાનગી વગર ઉત્પાદન કરી માનવ શરીરને નુકશાન થાય તથા કંપની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ હોય. જે અંગે પોલીસે ઇપીકો 272, 273, 406, 420 તથા ઝી કોપીરાઇટ એકટની કલમ 63 , 64, 65 નો ભંગ તથા ટ્રેડમાકૅ એકટ 1999ની કલમ 103, 104, 105 મુજબ ગુનો નોંધાવ્યો હતો.

પહેલા સુરત શહેરમાં કારખાનું ચલાવતા હતા
દેરોદ ગામે ડુપ્લિકેટ વિમલ બનાવવાના કારખાનામાં આરોપીઓ અગાઉ સુરત સીટીમાં કારખાનું ચલાવતાં હતા. કામરેજમાં અઠવાડિયા અગાઉ જ આવ્યા હતા. અને હજુ ડુપ્લીકેટ ગુટખાનો માલ તૈયાર કર્યો હતો અને પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા. હાલ બંનેની અટક કરી છેે. કોરોનાં ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રીમાંડ માંગવામાં આવશે.

કુલ 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
1,98,000 લાખના ડુપ્લીકેટ ગુટકા, V-1 તંબાકુની તૈયાર પડીકી કિં.510, તંબાકુની તૈયાર પડીકી નંગ 30નાંં 151 પાઉચ કિ.755 રૂપિયા, જમ્બો વિમલનાં ગુટખા પેકીંગ વિમલના ટ્રેડમાર્કવાળા નાના મોટા રોલ કિં.15,000 રૂપિયા, હંસ છાપ તંબાકુનાં નાના મોટા પેકીંગનાં રોલ નંગ 5 કિં.2500 રૂપિયા, 7 ઓટોમેટીક ઇલેક્ટ્રીક પાઉચ પેકીંગ મશીન, ઇલેક્ટ્રીક વજન કરવાનો કાંટો અને કાથાનો પાઉડર મળી કુલ 2,72,465 રૂપિયાનો મુદદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...