રેસ્કયુ:મોડી સાંજે માંડવી ઝંખવાવ રોડ પર મૃત દીપડો મળી આવ્યો

માંડવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ વાહનના પ્રકાશથી અંજાઇ અકસ્માત થયો હોવાનું અનુમાન

ઝંખવાવ રોડ પર આજે મોડી સાંજે દીપડો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દોડતું થઈ ગયું હતું અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી વનવિભાગના ઉત્તરમાં રેન્જમાં માંડવી રોડ પર દૂધ મોગરા મંદિર નજીક વાપી શામળાજી રોડ પર અંદાજી ચાર વર્ષીય દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંડવી ઉત્તર વિભાગના આર.એફ.ઓ કમલેશ ભાઈ ચૌધરી તથા દક્ષિણ રેન્જના આર.એફ.ઓ ઉ પેન્દ્રસિંહ  રાઓલજી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃત દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મળેલી માહિતી મુજબ કોઈ વાહનના પ્રકાશથી અંજાઈ જતા દિપડો ગફલતમાં આવી જતા બનેલા અકસ્માતનો ભોગ બન્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે, જ્યારે વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...