કાર્યવાહી:કામરેજ હાઇવે પરથી ભેંસો ભરેલો ટેમ્પો ઝડપાયો

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌરક્ષકોને બાતમી મળતા વોચ ગોઠવી
  • 8,20,000રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

કામરેજ પોલીસે 16 ભેંસો કિં. 3,20,000 તથા ટેમ્પોની કિં 5 લાખ મળી કુલ 8,20,000રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ટેમ્પોચાલક મોસિન હુસૈનની અટક કરી હતી. તથા ગોધરાથી ભેંસો ભરાવી આપનાર અનસ ઇશાક મનકીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 8-7-2022નાં કામરેજ હાઇવે વેે પર થી એક આઇસર ટેમ્પો નં (GJ 19Y 1715) ભેંસો ભરીનેે જનાર હોવાની ગૌરક્ષકોને બાતમી મળેલ હોય પીપોદરા નહેર નજીકથી બાતમી વાળો ટેમપોને અટકાવી તલાશી લેતાં ખીચોખીચ ભરેલી 16 ભેંસો મળી આવી હતી

જે એક ભેંસની કિં 20,000 લેખે 16 ભેંસના 3.20 લાખ રૂપિયા તથા આઇસર ટેમ્પોની કિં 5 લાખ મળી કુલ 8,20,000નો મુદ્દામાલ કબ્જે લઇ પશુ ક્રુરતાં અધિનિયમ હેઠળ ટેમ્પો ચાલક મોસીન હુસૈન બુમલા (30) રહે. સાદપુલ વેજલપુર રોડ ગોધરા ની અટક કરી હતી. તથા ગોધરાથી ભેંસો ભરાવી આપનાર અનસ ઇશાક મનકી (રહે ભોયા મહોલ્લો ગોધરા પંચમહાલ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. વધુ વિગતમાં ગોધરાથી ભેંસો ભરી સુરત મીઠી ખાડી લિંબાયત ખાતેે લઇ જનાર હતી.

અન્ય સમાચારો પણ છે...