અકસ્માત:નહેરની દિવાલ સાથે બાઇક અથડાઇ, પાણીમાં ખાબકેલો યુવક તણાતાં મોત

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેખપુર પાસેની ઘટનામાં બાઇકની પાછળ બેસેલો યુવક તરીને બહાર આવી જતાં બચ્યો

તા.29 મેનાં રાત્રે 8.45 કલાકના અરસામાં કામરેજ તાલુકાના શેખપુર ગામની હદમાંથી પસાર થતી કાંકરાપાર જમણાંં કાંઠાની નહેરમાં મોટરસાઈકલ સવાર બે યુવાનો ખાબક્યા હતાં. જે ઘટનામાં મોટરસાઈકલ ચાલકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી.

કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ભાવિનભાઇ કિરિટભાઇ અકબરી (21) (હાલ રહે.જે 403 શીક્ષાપત્રી એવન્યુ પુણાગામ સુરત મુળ રહે. મેકડા તા. સાવરકુંડલા જી અમરેલી) પોતાનાં મિત્ર મોહિત બેચરભાઇ દેસાઇ (રહે.જે 402 શીક્ષાપત્રી એવન્યુ પુણાગામ મુળ રહે. મોટાવડાલા તા.કાલાવડ જી જામનગર)ના સાથેે બંને મિત્રો મો સા. નં (GJ-05BA-6563) પર તા. 29મી મેનાં રાત્રે પોતાનાંં ઘરેથી કુડસદ ગામે આવેલા ફાર્મ હાઉસ પર જતાં હતાંં.

બીજી બાઇક પર નીકળેલાં અન્યો મિત્રો આગળ નીકળી ગયાં હતાં, અને ભાવિન તથા મોહિત 8.45 વાગ્યે શેખપુર ગામની હદમાંથી પસાર થતી કાકરાપાર જમણાંં કાંઠાની નહેરનાં રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે શેખપુરથી કુડસદ જતાં રોડ પર નહેરની સંરક્ષણ દીવાલ સાથે મોટરસાઈકલ મોહિત દેસાઇએ અથડાવી દીધી હતી.

મોહિત મોટરસાઈકલ સાથે નહેરમાં પડતાં પાણીમાં તણાઇ જઇ મરણ પામ્યો હતો. જ્યારેે પાછળ બેઠેલાં ભાવિન અકબરીને બંને પગમાં સામાન્ય ઇજા થઇ હતી. નહેરનાં પાણીમાં પડેલો ભાવિન અકબરી નહેરનાં બાકોરામાંથી તરીને બહાર આવી ગયો હતો. જ્યારે મોહિત તણાઇ ગયો હતો. જેની લાશ બીજે દિવસે મોડી સાંજે કિમ પોલીસ મથકની હદમાં શ્યાદલા પાલડી નહેરમાંથી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...