મિલન:કામરેજ ઓવરબ્રિજ નીચેથી મળેલી 4 વર્ષની બાળકી વાલીને સોંપાઈ

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકી પાડોશમાં રમવા ગયા બાદ મહિલાની પાછળ ચાલી નીકળી હતી

કામરેજ ચાર રસ્તા ખાતે એકલી ઊભેલી 4 વર્ષીય બાળાને ટ્રાફિકના કર્મચારીઓએ જોઈ તેની નજીક જઈ પૂછતાછ કરતાં તે ગભરાયેલી જણાય આવી હતી. કંઈ બોલતી ન હતી. શાંતિથી પૂછપરછ કરતાં તે ભવાની કોમ્પલેક્સનું હોવાનું જણાવતાં વાલીની ભાળ મેળવી સહીસલામત સોંપી હતી. કામરેજ પોલીસમાં ફરજ બજાવતા અ.હે. કો. પ્રકાશભાઇ પુજાભાઇ તથા અ પો.કો પ્રવિણસિંહ જુવાનસિંહ 6 સપ્ટેમ્બરે કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિક નિયમનની કામગીરી કરતાં તેમની નજર એકલી ઉભેલી ચાર વર્ષની બાળકી પરપડી જેની સાથે કોઇ મોટી વ્યક્તિ ન હોય ગભરાયેલી હતી.

બાળકીને કામરેજ પોલીસ સ્ટે.લાવી ચોકલેટ અને ચા નાશ્તો કરાવી નામ ઠામ પૂંછ્યું હતું. બાળકીએ પોતાનું નામ નીશા અને ભવાનીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. બંને પોલીસ કર્મચારી બાળકીને લઇ કામરેજ ચાર રસ્તા ભવાની કોમ્પલેક્ષમાં આવ્યાં હતાં. પૂછપરછ કરતાં બાળકીનાં ઘરનુ ઠેકાણું મળી આવ્યું હતું, જ્યાં બાળકીની માતા સીમાબહેને બાળકીને ઓળખી બતાવતા પોલીસ કર્મચારીઓ બાળકી અને તેનાં માતાપિતાને કામરેજ પોલીસ મથકે બોલાવી કાર્યવાહી કરી બાળકીનો કબ્જો તેનાં માતાપિતાને સોંપ્યો હતો.

બાળકી સવારે પડોશમાં રહેતા અમિષાબહેનને ત્યાં રમવા ગઇ હતી. અમિષા બહેનને કામરેજ ચાર રસ્તા કામ હોવાથી બાળકીને ઘરે જવાનું કહી નીકળ્યા હતાં. પરંતુ બાળકી અમિષાબહેનની પાછળ ગઇ હતી. જે બાબતથી અમિષાબહેન અજાણ હોય એકલી પડી ગઇ હતી. કામરેજ ચાર રસ્તા ખાતે ટ્રાફિકની કામગીરી કરતાંં પોલીસ કર્મચારીની તેની પર નજર પડતાં વાલીને સહીસલામત સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...