તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર અકસ્માત:કામરેજમાં કારે ટક્કર મારતાં બાઇક પર બેસેલી 3 વર્ષની બાળકી 20 ફૂટ ઊંચે ફંગોળાઈ વૃક્ષની ડાળીઓમાં ફસાતાં મોત

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં બાઇક પરથી 20 ફૂટ ઊછળીને વૃક્ષની ડાળીમાં ફસાયેલી શામપુરા ગામની બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે બાજુની તસવીરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકીનાં માતા-પિતા અને નાની બહેન. - Divya Bhaskar
અકસ્માતમાં બાઇક પરથી 20 ફૂટ ઊછળીને વૃક્ષની ડાળીમાં ફસાયેલી શામપુરા ગામની બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે બાજુની તસવીરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકીનાં માતા-પિતા અને નાની બહેન.
  • કામરેજ તાલુકાના વિહાણ-સામપુરા માર્ગ પર થયેલો વિચિત્ર અકસ્માત

કામરેજ તાલુકાના વિહાણ શામપુરા માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાઇકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાઇકલ પર આગળ બેસેલી 3 વર્ષની બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઊછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં એનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા-પિતા, નાની દીકરીને બારડોલી હોસ્પિટલમાં ખસેડાયાં છે. કામરેજ તાલુકાના શામપુરા ગામે પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવારના રોજ પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક અને દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયાં હતાં. બારડોલીથી પરત ફરતી વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બારડોલીથી શામપુરા તરફ જઈ રહ્યાં હતાં.

ત્યારે વિહાણ તરફ જઈ રહેલ એક એસેન્ટ ગાડી નં. GJ-5-CG-3297 નો ચાલક પુરપાટ અને ગફલત ભર્યું હંકારી રોંગ સાઈડ આવી સામેથી આવતા સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એવો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલાકનો પરિવાર હવામાં ફંગોળાઈ ગયો હતો.

મહેકનાં માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી.
મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની માસૂમ મહેક 20 ફૂટ ઊંચે હવામાં ફગોળાઈ ઝાડની ડાળીઓમાં ફસાઈ ગઈ હતી અને બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. મહેકના માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી. એસેંટ કાર પણ રોડની નજીકના ખાડામાં ઉતારી ગઈ હતી ધડાકા સાથે થયેલા અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી ઇજા ગ્રસ્ત પરિવારને 108 માં સારવાર અર્થે બારડોલી ખસેડયો હતો તો કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.ઘટના અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લીવર જામ થતાં કાર બેકાબૂ બન્યાનું તારણ
કારચાલક કૌશિકભાઈ છીતુભાઈ વાઘાણી (રહે યોગીચોક સુરત) વાઘેચા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયા શામપુરા ગામની સીમમાં ગાડીનું લીવર જામ થઈ જતાં સ્ટીયિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સંજયભાઈની મોટરસાઇકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો