આપઘાત:પ્રેમિકા છોડીને જતી રહેતાં 21 વર્ષીય યુવકે ફાંસો ખાઇ લીધો

નવાગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક નવાગામના કારખાનામાં રહી કામ કરતો હતો

કામરેજના નવાગામ ખાતે ઉદ્યોગ નગરમાં કામ કરતા યુવકને પ્રમિકા છોડીને જતી રહેતા ફાંસો ખાઇ લીધો હતો. નવાગામ ઉધોગનગરમાં કબાટ બનાવતી અંબિકા સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને ઉપરનાંં માળે રહેણાંક રૂમમાં રહેતા (મોહાડી,મહારાષ્ટ્ર) 21 વર્ષીયઉર્ફે રાકેશ સાંતારામ પાટીલ (21)ને પાયલ નામની છોકરી સાથેે પ્રેમ સંબંધ બંધાયો હતો.

10 દિવસ સાથે રહ્યા બાદ અચાનક પાયલ છોડીને જતા રહેતા ખોટું લાગી આવતા તા.23મી નવેમ્બરના રોજ સવારે તેનાં રૂમમાંં પંખાના હુક સાથેે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા કારખાનાનાં માલિકે કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પાયલ નામની છોકરી સાથેે પ્રેમ સંબંધ હોય અને મન દુખ થતાં છોકરી છોડીને જતી રહેતાં અંતિમ પગલુ ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સ્યુરાઇડ નોટમાં લખ્યુ પાયલ મને છોડી ગઇ
મૃતક ઝવરૂને કીડનીની બિમાર હોવાથી તેના શેઠે સુરતની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને બાદમાં સ્મીમેર હોસ્પિટલમાં દસેક દિવસ સારવાર માટે દાખલ થયો હતો. ત્યાં પાયલ નામની પ્રમિકા સાથે રહી હતી. બાદમાંં પાયલ અચાનક છોડી જતાં ગળે ફાંસો ખાઇ લીધો હતો .

અન્ય સમાચારો પણ છે...