રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું સિટીઝન e Fir પોર્ટલ જિલ્લા LCB પોલીસ માટે પરિણામ સ્વરૂપ સાબિત થયું હતું.જિલ્લા LCB પોલીસે સિટીઝન e Fir પોર્ટલ પણ ભોગ બનનાર નાગરિકો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલી ફરિયાદના આધારે .2.25 લાખની કિંમતના 24 નંગ મોબાઇલ સાથે કુલ 9 મોબાઇલ ચોરોને ઝડપી પાડયા હતા.
સુરત જિલ્લામાં e Fir માધ્યમથી નોંધાયેલા ગુન ઉકેલવા જિલ્લા ગ્રામ્ય LCB પી.આઇ બી.ડી શાહની આગેવાનીમાં LCB પોલીસ સ્ટાફના વિક્રમ માલકિયા,અનિલ રામજીભાઈ પરમાર,કાર્તિકગીરી ગૌસ્વામી તેમજ રાજેશ દેસાઈ સહિતની ટીમે કુલ 9 આરોપીઓને ₹.2.25 લાખની કિંમતના કુલ 24 મોબાઇલ સાથે ઝડપી પાડયા હતા.
જેમાં તોસીફ ઉર્ફે મુન્નો સલીમ શેખ (રહે.મદની રેસી.કઠોર તા.કામરેજ જી.સુરત) સલમાન શરીફ બાગબાન (રહે.સહકાર રેસી.કઠોર તા.કામરેજ જી.સુરત) સલમાન વહીદખાન પઠાણ (રહે.ગુલિસ્તાન કઠોર તા.કામરેજ જી.સુરત), મહમદ ઝેડ સલીમ અસ્માલ (રહે.કઠોર તા.કામરેજ જી.સુરત ), કમલ લખમા ડામોર (રહે.ગુરુકૃપા સોસયટી ખોલવડ તા.કામરેજ જી.સુરત), મનિષ રામસીગ વસાવા (રહે. ઉમરાણ તા.ડેડીયાપાડા જી.નર્મદા ), સન્યાસી શંકુડી પરીધા (રહે.ભરતા નગર ભાઠેના લિંબાયત સુરત) આસીફ ઉર્ફે મેંટલ રફીક શેખ (રહે.દાદરી મલકાવાડ તરસાડી તા.માંગરોલ જી.સુરત) પ્રકાશ સંજય જાલાંન (રહે.ગાર્ડન સીટી જોળવા તા.પલસાણા જી.સુરત) સહિત નવ મોબાઇલ ચોરોને ઝડપી લેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.