તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખોલવડમાં વિદેશી દારૂની મહેફિલ માણતા 9 ઝડપાયા, 7 મોબાઇલ સહિત 47620નો મુદ્દામાલ કબજે

નવાગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાના ખોલવડની ગુરુકૃપા સોસાયટીમાં કેટલાક ઈસમો દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતાં કામરેજ પોલીસે ઘટના સ્થળ પર રેડ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખોલવડની ગુરૂકૃપા સોસાયટીનાં ભરતભાઈ ભરવાડના ભાડાના મકાનમાં ઘર નં 21માં કેટલાક ઈસમો દારુની મહેફિલ માણતા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. કામરેજ પોલીસની ટીમે છાપો મારતા રૂમમાં ગોળ કુંડાળુ વળી દારૂ ની મહેફિલ માણતા 9 ઇસમોને પકડી પાડ્યા હતાં.

પકડાયેલા ઈસમો પાસેથી એક મોટી ખાલી બોટલ તથા બીજી બોટલમાંથી 300 મી લી દારૂ તથા પાણીની બોટલ તથા બાલાજીનાં ચવાણાનાં પેકેટ મળી આવ્યા હતા. તેમજ જુદી જુદી કંપનીનાં સાત મોબાઈલ ફોન કિં 43500રૂ તથા અંગઝડતીનાં 4120મળી કુલ રૂપિયા 47620નો મુદદામાલ કબ્જે લઇ નવ ઈસમોની ધરપકડ કરી હતી તેમજ દારૂ વેચનારને વોન્ટેડ જાહેર કયો હતો.

પકડાયેલા આરોપી
વિજય ચૌહાણ (રહે. કામરેજ), જોરૂભાઇ પોપટ (રહે. પુણાગામ સુરત) ,રવિ માથોડિયા (રહે. અમરોલી ચાર રસ્તા) ,રમેશ ગુજરિયા, મનિષ ગીરી ગૌસ્વામી , જયેશ ગૌસ્વામી, લખમણ વાધ (ચારેય રહે.એલએચ રોડ સુરત), આરીફ હુસૈન ચિદા (રહે. જામનગર), મનિષ ગોસાઇ (રહે. માતાવાડી સુરત)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો