તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:કામરેજ તાલુકાના 69, જિ.પંનાં 9 ઉમેદવારોએ ઉમેદવારી કરી

નવાગામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માજી ધારાસભ્ય ભારતીબેન રાઠોડે ઉંભેળ જિ.પં બેઠક પરથી ઝંપલાવ્યું

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તા.8થી 13 દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાનાં હોય પરંતુ 10-11 ચૌદસ અમાસ આવી જતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું મુલતવી રાખ્યુ હતું. 12 ફેબુઆરીએ ઉમેદવારો સમર્થકો સાથે મામલતદાર કચેરી અને તા.પં.કચેરીએ ઉમટી પડ્યા હતા.

ભાજપનાં માજી ધારાસભ્ય ભારતીબહેન રાઠોડે આદિવાસી મહિલા અનામત ઉંભેળ બેઠક પરથી જ્યારે સુરત જિલ્લા એસ.ટી.સેલનાં પ્રમુખ મુકેશ રાઠોડે નવાગામ બેઠક પર ઝંપલાવ્યું હતું. માજી કારોબારી અધ્યક્ષ રસિક પટેલે વિહાણ તા.પં બેઠક પર તેમજ કામરેજના માજી સરપંચ અજીત આહિરે કામરેજ 1 તથા માલધારી સેલનાં પ્રમુખ માઘાભાઇ ભરવાડે કામરેજ 2 પર ઉમેદવારી નોંધાવી હતી. ઊંભેળનાં સરપંચ દર્શનભાઇ પટેલે સમર્થકો સાથે જગુ બાપાનાં આશીર્વાદ લઇ મામલતદાર કચેરીએ ઉંભેળ તા.પં.બેઠક પરથી તેમજ ખોલવડ સરપંચ હારૂનભાઇ તૈલીના પુત્ર એઝાઝ તૈલીએ ખોલવડથી રેલી આકારે તાલુકા પંચાયત કચેરીએ ખોલવડ 1 પરથી ઉમેદવારી નોંધાવી હતી.સામે કોંગ્રેસ અને આપ પક્ષે પણ તાલુકા અને જિલ્લાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જી પં.ની કામરેજ ખોલવડ નવાગામ ઉંભેળ બેઠક ઉપર કુલ નવ ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો