કાર્યવાહી:નવીપારડી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમી રહેલા 6 ઝડપાયા

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 લકઝરીયસ કાર સહિત 11.85 લાખનો મુદ્દામાલ જપ્ત

નવી પારડી ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં જુગાર રમતા છ પકડાયાં 2 લકઝરીયસ કાર સહિત કુલ 11,18,500 રૂપિયાનો જુગાર કબ્જે કરી જુગારીઓને કામરેજ પોલીસ મથકે લાવવામાંં આવ્યા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સોમવાર ના રોજ સાંજે નવી પારડી ગામની સીમમાં શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં આવેલ લાલચંદ નારાયણલાલ શર્માની શ્રી સાંઇ કાર્ગો ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમાતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે રેડ કરતા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા 6 ઇસમો રંગે હાથે પકડાયા હતા.

પકડાયેલા ઇસમો પાસેથી દાવ પરનાં 700રુ અંગ ઝડતીના 68300રુ તથા 6 નંગ મોબાઇલ કિં 39500 રુ તથા 2 લકઝુરિયસ કાર કિં 10 લાખ મળી કુલ 11,18,500 રૂપિયાનો મુદદામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોધી અટક કરી હતી.

પકડાયેલાં આરોપીઓ

  • લાલચંદ નારાયણલાલ શર્મા (રહે. 37 શાંતિકુંજ સો. કામરેજ મુળ રાજસ્થાન)
  • વિનોદકુમાર સુખરામ પુનિયા (રહે. કિમ તુલસી હોટલની બાજુમાં સંસ્કારધામ સો.ઘ નંં10)
  • મનોહરલાલ ઉરફે મનોજકુમાર કંવરલાલ શાહ (રહે. કિમ બજાર દહેરાસરની બાજુમાં)
  • અશોકભાઇ સાગરભાઇ લખોટીયા (કિમ જનકપુર સો. ઘ નં 26 મુળ રાજસ્થાન)
  • વાસુદેવ કુમાર મુલચંદ સ્વામિ( 106 બસેરા સો. કામરેજ)
  • વેણુગોપાલ ચંદ્ર નાયક (કિમ હરિહર સો.ઘ.નં.૧15, મુળ રહે. કેરાલા)

ઓલપાડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયા
નવી પારડી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ઝડપાયેલા મનોહરલાલ ઉફે મનોજકુમાર કંવરલાલ શાહ (રહે. કિમ બજાર દહેરાસરની બાજુમાં)નાઓ ઓલપાડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, કીમ પંચાયત સભ્ય, માજી ઉપસરપંચ કીમ, માજી કીમ નગર ભાજપ પ્રમુખ, અને કીમ વેપારી અગ્રણી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...