કાર્યવાહી:કામરેજ તાલુકામાં બુલેટ ટ્રેનની સાઇટ પરથી JCB ચોરનારા 5ને ઝડપી પડાયા

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

કામરેજ તાલુકાના ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કામનાં સ્થળે જંગી માત્રામાં યાંત્રિક સાધન સામગ્રી કોન્ટ્રાક્ટર ધ્વારા રાખવામાંં આવેલ છે. તેની સાથે સાથે સાધન સામગ્રીની ચોરીની ઘટનાઓ બની હતી. શેખપુર ગામે ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જેસીબી મશીન (RJ-26EA-0605) 6-5-2022ની રાત્રે ચોરી થઈ ગયું હતું. જે અંગે 7,00,000 રૂપિયાની કિંમત નાં મશીન ચોરીની ફરિયાદ કામરેજ પોલીસ મથકેેનોંધાવી હતી.

LCBપોલીસે જુદીજુદી ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમો કિમ ચાર રસ્તાથી કીમ ગામ તરફ જતા રોડ પર દરબાર હોટલ પાસેે ભેગા થયેલા છે.તેે બાતમીથી વોચ રાખી 3 ઇસમોનેે ઝડપી લઇ તેમની વધુ પુછપરછમાં ચોરી કરેલ JCB મશીન અન્ય આરોપીનેે સસ્તામાં વેચાણ આપેલ હોય અને નજીકમાંં આવેલ નંદાવ પાટીયા પાસેે કામ અર્થે JCBમશીન લઇ આવેલ હોય સ્થળ પરથી મશીન ખરીદનાર દેહૂર ઉફેે દેવ ચેનાભાઇ મીર(નવી સિયાલજ), રામા રણછોડ મીર (વડોદરા), સિદ્ધરાજ રણુભાઇ મીર (રહે. પીપોદરા), ભાનુભાઇ ઉફેે ધુનો જગાભાઇ ભરવાડ ( રહે. અમદાવાદ) અને સંજય કશનાભાઇ નિસરતાને ઝડપી પાડ્યા હતાં. દિનેશસિંહ ચૌહાણ ( રહે. બિહાર) અને ડ્રાઇવર સલમાન મશીન ચલાવી લઇ જનારને વોન્ટેડ જાહેર કરવાની સાથે છે.1 JCB મશીન 3 DX કિં 19,80,000 સહિત કુલ 21,70,000 રૂપિયાનોં મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...