કાર્યવાહી:ઝંખવાવથી સુરતમાં લઇ જવાતું 450 કિલો ગૌમાંસ ઝડપી પડાયું

નવાગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી પારડી પાસે હાઇવે પર કાર અટકાવી 1ને ઝડપી પડાયો

માંગરોળના ઝંખવાવ ગામેથી ગૌમાંસ ભરીને સુરત નીકળેલી વર્ના કારને નવીપારડી પાસેથી ઝડપી પડાઇ હતી. કામરેજ તાલુકામાં નવી પારડી ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદથી મુંબઇ જતાં ને હા. 48 પર ક્રિષ્ના ફાર્મની સામેથી પસાર થતી વર્ના કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી 450 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો.

જે એક કિલોની કિં.150 રૂપિયા લેખે કુલ 67500રૂપિયાનો જથ્થો કબ્જે કરી તેમજ વર્ના કાર ની કિં 2 લાખ રૂપિયા તેમજ એક મોબાઇલ કિં 5000રૂપિયા મળી કુલ 2,72,500 રૂપિયાનો નોંમુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક સરફરાઝ ગુલામ કાગઝીની( રહે. બઝાર ફળીયું ઝંખવાવ તા માંગરોળ જી સુરત) અટક કરી હતી. પૂછતાછમાં જણાવ્યું હતું કે ઝંખવાવથી ગૌમાંસ સુરતના લિંબાયત ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. તેમજ એકબીજાની મદદગારી કરનાર ફરીદ (રહે. ભાલોદભરૂચ તથા સુપડુ રહે.ઃ લીંબાયત)ને વોન્ટેડ જાહેર કર્યો હતા.

અન્ય સમાચારો પણ છે...