કામરેજના લશ્કાણા ખોલવડ રોડ પર સ્થિત એટલાસ ઇન્સ્ટીટ્યુટ એન્ડ પેરામેડીકલ કોલેજ ખોલવડના ટ્રસ્ટી દ્વારા અમદાવાદની કંપની પાસેથી ₹.31.41 લાખના સ્માર્ટ પેનલ બોર્ડ ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવતા કંપની માલિકે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા કોલેજના ટ્રસ્ટી હિરેન મગનભાઈ પટેલની કામરેજ પોલીસે અટક કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સ્વાતિ કેશન્તા શેલા ખાતે રહેતા રમેશ ખીમાભાઇ કારોત્રા નારોલ અમદાવાદ વિસ્તારમાં ફેકટરી રાખી સ્માર્ટ પેનલ બોર્ડનું વેચાણ કરે છે. તેમના વ્યવસાયના વ્યાપ માટે ઓનલાઇન શેલીંગ માટે ઇન્ડીયા માર્ટ દ્વારા કામગીરી ચલાવે છે. કંપનીમાં ભાગીદાર તરીકે વિજય પટેલ તેમજ સેલ્સ એક્ઝીક્યુટીવ મેનેજર તરીકે કંપનીમાં સુનીલ પંડ્યા ફરજ બજાવે છે. ગત ડિસેમ્બરમાં કામરેજના લશ્કાણા ખોલવડ રોડ ખાતે આવેલી એટલાસ ઇન્સ્ટીટ્યુટ એન્ડ પેરા મેડીકલ કોલેજના ટ્રસ્ટી હિરેન મગનભાઈ પટેલે ઇન્ડીયા માર્ટ સાઈટ મારફતે સ્માર્ટ પેનલ બોર્ડ ખરીદવા ઇન્કવાયરી કરી હતી.
આથી કંપનીના સેલ્સ એજ્યુકેટીવ મેનેજર સુનીલ પંડ્યા એટલાસ ઇન્સ્ટીટ્યુટ એન્ડ પેરા મેડીકલ કોલેજ ખોલવડ આવ્યા હતા. જ્યાં સુનીલ પંડ્યાની રોનક પટેલ નામના વ્યક્તિ સાથે મુલાકાત થતા મેનેજર સુનીલ પંડ્યાને રોનક પટેલે હિરેન પટેલ સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત દરમિયાન ટ્રસ્ટી હિરેન પટેલે તેમની કોલેજ માટે વ્હાઈટ બોર્ડની જરૂરિયાત હોવાનું મેનેજર સુનીલ પંડ્યાને જણાવ્યું હતું. જે બંને વચ્ચેની વાતચીત દરમ્યાન મેનેજર સુનીલ પંડ્યાએ હિરેન પટેલને 1 બોર્ડની કિંમત ₹.1, 25, 670 પ્રમાણે કુલ 25 સ્માર્ટ બોર્ડના ઓર્ડર હિરેન પટેલ દ્વારા આપવામાં આવ્યા. ઓર્ડર બદલ ₹.31, 41, 750નો તા.28/12/22નો કોલેજના ખાતાનો ચેક મુજબ કંપનીએ કુલ 25 પેનલ બોર્ડ કોલેજને પૂરા પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.