તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમદાવાદથી મુંબઇ લઇ જવાતા 304 ઘેટા બકરા ભરેલી ટ્રક કામરેજ ટોલનાકાથી ઝડપાઇ

નવાગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ પોલીસેે 4 વિરુદ્ધ ગુનો દાખલ કરી 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

31મી એપ્રિલના રોજ હાઈવે નં 48 પર કામરેજ ટોલનાકા રાત્રિના સમયે બાતમીવાળી ટ્રક ઝડપાય હતી. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસે પૂછતાછ કરતાં ટ્રકની પાચળથી 304 નંગ ઘેંટા-બકરા ક્રૂરતાપૂર્વક ભરેલા મળી આવ્યા હતાં. ટ્રક અને ઘેંટા બકરા મળી કુલે પોલીસે 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કામરેજ ગામ નનસાડ રોડ પર ઘ.ન. 281 અમૃતવીલા સો.માં રહેતા વિજયકુમાર પોપટલાલ પરમારને અમદાવાદથી મુંબઇ ઘેંટા બકરા ભરેલી ટ્રક નં (GJ- 02 ZZ- 2883) જવાની હોય. જે આધારે 31મી માર્ચના રોજ રાત્રે કામરેજ ટોલનાકા પર ધવલભાઇ દિનેશભાઇ તુબાવટ તથા ભાવેશ મનસુખ ગોરસિયા સાથે રાત્રિનાં કામરેજ ટોલનાકા પર વોચમાં હતા. ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેનેે હાથ બતાવી રોકી પાછળ તપાસ કરતાં ખીચોખીચ ભરેલા ઘેંટા-બકરા જોવા મળ્યા હતાં.

સુરત ગ્રામ્ય પોલીસને જાણ કરતા કામરેજ પોલીસની જીપ આવી હતી. ટ્રકને કામરેજ પોલીસ મથકે લાવી ગણતરી કરતા ટ્રકમાંથી 280 બકરા તથા 24 ઘેંટા મળી કુલ 304 નંગ ઘેંટાબકરા કબ્જે લેવામાં આવ્યા હતા. જે એકની ~ 3000 લેખે કુલે ~ 9,12,000તથા ટ્રકની કિં.6 લાખ મળી પોલીસે કુલે 15,12,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

ટ્રકમાં બેઠેલા ચાર ઇસમોની પૂછપરછ કરતા ટ્રક ચાલક આરીફ સૈયદ (રહે. સતલાશના ગામ જી મહેસાણા), દિલાવર સુમરા (રહે.અજીમાણા ગામ તા સરસ્વતી જી પાટણ), સિકંદર ભટ્ટી (રહે. શાહીબાગ અમદાવાદ), મુર્તઝા સિપાઇ (રહે. સિદ્ધપુર ગામ ફકરી માકેટ તા સિદ્ધપુર જિ પાટણ)હોવાનું જણાવ્યું હતું. ઘેટા બકરા અમદાવાદ રાણીપથી ભરી મુંબઇ દેવનાર મંડી લઇ જવાનાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો