ફરિયાદ:બાઇક પર આવેલા 3 યુવક કારમાં વેપારીના 3.77 લાખ ઝૂંટવી ફરાર

નવાગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજમાં આંગડીયામાંથી વેપારીએ પેમેન્ટ લીધુ હતુ

કામરેજ દાદા ભગવાન મંદિર પાછળ આવેલ સ્વપ્ન વીલા સોસાયટીમાં રહેતા અરવિંદભાઇ ભગવાનજીભાઇ ઢોલરીયા (61) માંકણા ગામે શિવ સિટી ઈન્ડસ્ટ્રીઝમાં શિવમ્ બેવરીઝીસ નામથી પાણીની બોટલનો વેપાર કરે છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રમાં માલ મોકલે છે. 11-8-2022થી 16-8-2022થી દરમ્યાન મહારાષ્ટ્રના ચેતન અગ્રવાલ, દેવાભાઇ બોરસે તથા ગીરીશભાઇને માલ મોકલ્યો હતો. તેનું પેમેન્ટ રૂપિયા 3,77,000 ચેતન અગ્રવાલે કામરેજ આંગડીયામાંં મોકલ્યું હોય. 17-8-2022નાં સાંજે ગાડી નં (GJ- 05 CS- 1308) લઇ કામરેજ ગયા હતા અને ભવાની કોમ્પલેક્ષમાંથી પેમેન્ટ લેવાનું હોય.

કામરેજ સુરત રોડ પર ધરમ એમ્પાયર સામે ગાડી મુકી રોડ ક્રોસ કરી ભવાનીમાં વી પટેલ તથા રજની કાંતી આંગડીયામાંથી 3,77,000 રૂપિયા લઇ ગાડીમાં કલીનર સીટ નીચે રૂપિયા મુકી લસકાણા ડાયમંડ નગરમાં કામ હોય તેે તરફ જઇ રહ્યા હતા. ત્યારે 100 મીટરનાં અંતરે પાછળથી બાઇક પર આવેલા એક યુવાને અરવિંદભાઇની ગાડીની આગળ બાઇક ઉભી કરી દેતા અરવિંદભાઇએ ગાડી ઉભી રાખી બાઇકવાળા પાસે જઇ કેમ મારી ગાડીમાં લાતો મારો છો અને ગાડી કેમ ઉભી રખાવી. તેમ પુંછતા બાઇકવાળાએ તમે તમારી ગાડી વડે મને ટકકર મારી છે, અને મને શરીરે વાગેલ છે. તમારે મને ખર્ચો આપવો પડશે.

તેવું કહેતા અરવિદભાઇએ મેં કોઇ ટક્કર મારેલ નથી. તો પૈસા શાના આપવાના ? દરમિયાન બીજી બાઇક પર બે યુવાનો આવ્યા હતા અનેે અરવિંદભાઇ ગાડીમાં બેસી ગયા હતા. ત્યારે ત્રણેય ગાડીની કલીનર સાઇડે આવી ગયા હતા. જેથી અરવિંદભાઇએ રૂપિયાની થેલી હાથમાં લઇ લીધી હતી. આ વખતેે ત્રણે જણાએ અરવિદભાઇનાં હાથમાંથી રૂપિયાની થેલી ઝુંટવી લઇ બાઇક પર કામરેજ તરફ ભાગી ગયા હતા. જેઓનો અરવિંદભાઇએ પીછો કર્યો પણ દેખાયા ન હતા. બાદમાં અરવિંદભાઇએ સામાજીક કામ અર્થે વતન જવાનું હોય વતનથી આવ્યા બાદ ત્રણ અજાણ્યા યુવાનો વિરુદ્ધ 3,77,000 રૂપિયાની ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...