તપાસ:3 વર્ષના બાળકના હાથ બાંધી તાપી નદીમાં ફેંકી દેવાતા મોત

નવાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકનો મૃતદેહ કઠોર પાસે પાણીમાંથી મળ્યો

અંદાજે ત્રણ વર્ષના બાળકના હાથ બાંધી તાપી નદીમાં ફેંકી દેવાતા તેનું મોત થયું હતું. જેનો મૃતદેહ કઠોર ગામ પાસે તાપી નદીના પાણીમાંથી મળ્યો હતો. મળતી વિગતો મુજબ કઠોર ગામ ટાંકી ફળીયાની પાછળ તાપી નદીમાંથી તા. 23મી નવેમ્બરના રોજનાંં રોજ બપોરે માછી મારી કરતાં અબુબકર ઇબ્રાહીમ લોખાત (રહે દરજી ફળીયું કાજીુમસ્જીદ પાસેે કઠોર)ને તાપી નદીમાં સફેદ કપડુ તણાતું જોતા નજીક જઇને જોતા નાના બાળકનાંં પગ દેખાતા કઠોર આઉટ પોસ્ટ ચોકી પર જાણ કરી હતી. પોલીસની હાજરીમાં લાશને બહાર કાઢી હતી. મૃત બાળક જે 2થી 3 વષઁનાં છોકરો હતો.

બાળકના બંને હાથ લાલ કપડાથી બાંધી દીધેલા હતા. તેમજ શરીર ઉપર સફેદ કપડું સફેદ પ્લાસ્ટીકની પટ્ટીથી બાંધેલું હતું. છોકરાનાં શરીર પર કોઇ ઇજાનાં નિશાન જોવા મળ્યા નથી. તેમજ શરીર ઉપર પીળાં કલરની ટી શટઁ પહેરેલી હતી. કમરથી નીચેનો ભાગ નગ્ન હતો. પોલિસેે તાપી કાંઠાનાં વિસ્તારમાં તથા ઝુંપડ પટ્ટીમાંં વાલી વારસોની તપાસ કરતા કોઇ મળી આવેલ ન હોય. જેથી કોઇ અજાણ્યા ઇસમે અજાણ્યા બાળકનેે મારી નાંખવાનાંં ઇરાદે બંનેે હાથ બાંધી તાપી નદીમાંં ફેંકી દીધેલ હોય. કામરેજ પોલીસે અબુબકર લોખાતની ફરિયાદ લઇ મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...