અકસ્માત:નવાપુર તાલુકામાં 1 દિવસમાં 3 વિચિત્ર અકસ્માત, 6 ઘાયલ

નવાપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતને અડીને આવેલા નવપુરમાં અકસ્માતમાં ખુરદો બોલી ગયેલી કાર. - Divya Bhaskar
ગુજરાતને અડીને આવેલા નવપુરમાં અકસ્માતમાં ખુરદો બોલી ગયેલી કાર.
  • ભરડું, રાયંગણ અને નવાપુર ટાઉનમાં અકસ્માત

મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતો સર્જાયા છે. જેમાં કુલ છ લોકો ઘાયલ થયા છે. પહેલો અકસ્માત રવિવારે સાંજે 7.30 વાગ્યાના સુમારે ભરડુ ગામ પાસે મોટરસાઇકલ સ્લિપ થયો હતો. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક ગ્રામજનો અને વિસરવાડી પોલીસે પેસેન્જર રિક્ષામાં બેસાડી વિસરવાડી ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઇજાગ્રસ્ત ભરદુ ગામના હતા. ઉંદિર્યા ફતેહસિંહ વલવી (65) અને આનંદ મધુકર વલવી (32) તરીકે થઈ છે.

બીજો અકસ્માત સાંજે 8 વાગ્યાની આસપાસ રાયંગણ ગામ પાસે રોડ પર માટીના ઢગલા સાથે મોટરસાઇકલ અથડાતાં સર્જાયો હતો. મોટરસાઈકલ ટેકરા પર હવામાં બે-ત્રણ ફૂટ ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં 25 વર્ષીય વિકાસ પી ગાવિત, (રહે. કંરણજી), એક ટુ-વ્હીલર સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્રીજો અકસ્માત નવાપુર શહેરના નેહરુ ગાર્ડન સામેના વળાંક પર રાત્રે લગભગ 10.30 કલાકે થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. બેંક ઓફ મહારાષ્ટ્ર ઘોડદે બ્રાંચના મેનેજર સિદ્ધાર્થ કાશીનાથ ઝા, મેનેજર સુરત એરપોર્ટથી સાક્રી જઈ રહ્યા હતા. ત્યારે નવાપુર શહેરના નેહરુ ગાર્ડન સામેના વળાંક પર વાહને કાબુ ગુમાવ્યો હતો અને સિમેન્ટ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બેંકનો મેનેજર સિદ્ધાર્થ કાશીનાથ ઝા કાર ચાલાવી રહ્યા એ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એક્સ આર્મી મેન દિનેશ યશવંત બોરસે ( 39) (રહે દહીવેલ), ગોપાલ વૈભવ સિંહ રાજપૂત (38) (રહે સરાફ ગલ્લી, નવાપુર) અને અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને નવાપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં વાહનનો ટૂકડા થઈ ગયો હતો. નવાપુર તાલુકામાં અકસ્માતોની હારમાળા ચાલુ છે.સપ્તાહ દરમિયાન આઠથી દસ અકસ્માતો થયા છે.

અન્ય સમાચારો પણ છે...