સુરત એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમને મળેલ માહિતી આધારે બાંગ્લાદેશી બે મહિલા અમદાવાદથી ઝડપાઇ, જ્યારે એક મહિલા અમદાવાદ જવાની પેરવીમાં ભરૂચથી ઝડપાઇ હજુ એક મહિલા ફરાર છે. ગત વર્ષે તા. ૧૨ા૮ા૨૧નાંરોજ કામરેજ પોલીસે ખોલવડ ગામેથી ચાર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લઇ ઘલુડી પોલીસ હેડ કવાટઁસનાં સેલ્ટર હોમમાં રખાઇ હતી. જે ચારેય બાંગ્લાદેશી મહિલાઓ તા. ૩ા૬ા૨૨નાંં બપોરે સાડા બારથી એકનાં ગાળામાં પોલીસ જાપ્તાને ચકમોં આપી ફરાર થઇ ગઇ હતી.
જે બાદ પોલીસને માહિતી મળી હતી કે, ચારમાંથી બે મહિલા અમદાવાદનાં દાણી લીમડા પો.સ્ટેનાં ચંડોળ વિસ્તારમાં છે જેથી તાત્કાલીક પોલીસ ટીમને રવાના કરી ચંડોળ વિસ્તારમાંથી બંને ઝડપી લેવામાં આવી હતી. જ્યારે અન્ય એક મહિલાં સુમૈયા બસમાં બેસી અમદાવાદ જવા નીકળેલ હોય તેને ભરૂચ પાસેથી ઝડપી લેવાઇ હતી. જ્યારે દિયા ઉફે લીઝા હજરત અલી વિશ્વાસ નામની યુવતી હજી ફરાર છે.
ફરીથી ઝડપાયેલી મહિલાઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.