તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ફાર્મ હાઉસમાં જુગાર રમતા સુરતના 25 પકડાયા, 6 વોન્ટેડ, કારમાં રિવોલ્વર મળી

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ પોલીસેે 17,91,960 નો મુદ્દામાલ કબજે કર્યો, ફાર્મ હાઉસ ભાડે રાખનાર ભાગી ગયો

કામરેજ તાલુકાનાં ધોરણપારડી ગામેે આવેલા પર્લ ફાર્મહાઉસમાં જુગાર રમાતો હોવાની કામરેજ પો.ઇ. એમ ગીલાતરને બાતમી મળતા ફાર્મહાઉસ પર રેડ કરી હતી. પોલીસ વાહન આવેલું જોઇ કારનો ચાલક ભાગી ગયો હતો. પોલીસેે ફાર્મ હાઉસનો દરવાજો ખખડાવતા વોચમેન નટવરલાલ ઘોરડાએ દરવાજો ખાોલતાં ફાર્મહાઉસનાંં પહેલા માળે જુગાર રમતાઓમાં નાસભાગ મચી હતી. કેટલાક બારીમાંથી કુદી ભાગી ગયા હતા જ્યારે 25 જુગારીને પકડી લેવામાં આવ્યા હતા.

પોલીસે દાવ પરના 37000 રોકડા, અંગઝડતીનાં 1,42,300 તથાં મોબાઇલ ફોન નંગ 7 કિં. 12,500 તેમજ મો સા. મોપેડ 10, એક થ્રી વ્હીલ ટેમ્પો, કાર એક કિંમત 15,50,000 તથા એક રિવોલ્વર જેવું સાધન કિં 50,000 તથા કાર્ટિંઝ નંગ બે કિં 160 મળી કુલ 17,91,960 રૂપિયાનો મુદદામાલ કબ્જે લીધો હતો. વોચમેનની પુછપરછમાં જાણવા મળેલી વિગત મુજબ ફાર્મ હાઉસનાં માલિક વિપુલભાઇ રતીભાઇ લુણાગરીયા (રહે. હરિદશૅન સોસાયટી કામરેજ)નુ હોવાનું તથા સીરિજુદ્દીન ઉફે બાપુ જમાલુદદીન કાઝીએ જુગાર રમવા ભાડે લીધું હતું. કોઇને અંદર ન આવવા દેવાની સુચના આપી સારી રકમની લાલચ આપી હતી. પકડાયેલા આરોપી 1 વોચમેન નટવર ઘોરડા (55) (રહે.પલૅ ફામૅ હાઉસ), અબ્દુલ વાહિદ ચંદનવાલે ( હોડી બંગલા, સુરત), સલીમ શેખ (ગોપીપુરા સુરત), મોહમદ શાકીર ગજીવાલા (માછીવાડ, નાનપુરા), મોહમદ શોએબ ગજીવાલા, અબ્દુલ રઉફં અબ્દુલ સતાર શેખ ( સગરામપુરા), સલીમ અબ્દુલ રહેમાન શેખ (બડેખા ચકલા, સુરત), મુનાફખાન પઠાણ (મોમનાવાડ, ગોપીપુરા), ઇમરાન ગુલામ મુસ્તફા શેખ (ગોપીપુરા સુરત), મ્યુદદીન સુજાઉદદીન શેખ (મોમનાવાડ સુરત), મોહમદ શાબીર અબ્દુલ કરીમ મુલ્લા (મોમનાવાડ સુરત), ફારૂખ મોમીન ગુલામ ( ગોપીપુરા સુરત), ફેઝલ અબ્દુલ રશીદ પઠાણ (મોમનાવાડ સુરત), રફીકખાન રશીદખાન પઠાણ ( મોમનાવાડ સુરત) આરીફ ઉસમાન કુંભાર (ગાેપીપુરા સુરત), રફીક કુંભાર ( ગોપીપુરા સુરત), મોહમદ સાજીદ અબ્દુલ રઝાક મોતીયાણી ( સૈયદપુરા), સીરાઝ પટેલ (રામનગર રાંદેર), વસીમ શેખ (લાલ ગેટ સુરત) ઇસમાઇલ મલબારી (ગોપીપુરા) આકાશ પરમાર ( પંપીગ સ્ટેશન સૈયદપુરા), ધવલ મણીયાર (કતારગામ), બાબુ રાઠોડ (ડભોલી), સોહેલ શેખ (બડેખાં ચકલા ગોપીપુરા), હરીશ સુરતી (વેડ રોડ સુરત). વોન્ટેડ આરોપી સીરાજુદીન કાઝી (બડેખાં ચકલા સુરત) ફાર્મ માલિક વિપુલ લુણાગરિયા (કામરેજ), બાઇક (GJ-05MS-2828)નો ચાલક, એક્ષેશ મોપેડ(GJ- 05 SJ- 8134)નો ચાલક, મોપેડ (GJ 05 FW 531)3નો ચાલક, આઇ20ના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

વોન્ટેડ આરોપીની ગાડીમાંથી રીવોલ્વર અને બે કાર્ટિઝ મળી
કામરેજ પોલીસે જુગારની રેડ કરતા ગાડી નં (GJ 05 RM 3109) કબ્જે લીધી હતી. જે ગાડીનાં ડેસબોર્ડની તલાશી લેતાં ખાનામાંથી મોબાઇલ કિ.500 તથાં બીજો એન્ડ્રોઇડ મોબાઇલ કિં 5000 તથા ગજાનંદ ગન હાઉસ આર્મ એન્ડ એમ્યુનેશન ડીલર્સનું કાર્ડ તથાં એક મરૂન કલરનાં કવરમાં રીવોલ્વર જેવું હથિયાર મળ્યું હતુ, જેની ચેમ્બરમાંથી 3 ફુટેલી કાર્ટિઝ અને બે જીવંત કાર્ટિઝ કિં 160 તથા રીવોલ્વરની કિં. 50,000 ગણી કુલ 50,160નો મુદદામાલ કબ્જે લેવામાંં આવ્યો હતો. રીવોલ્વર અસલી છે કે નકલી તેની તપાસ કરવા હથિયારનેે બેલેસ્ટીક વિભાગ અમદાવાદને મોકલવા તજવીજ હાથ ધરી હતી ગાડીનો માલિક સીરાજુદદીન ઉફે બાપુ જમાલુદદીન કાઝી (રહે. ખ્વાજાદાના સાહેબ દરગાહ બડખાં ચકલા સુરત) ગાડી છોડી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની ઉપર જુગારધારાની કલમમુજબ તથા બીજો ગુનોં આમ્સઁ એકટ મુજબ નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...