તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજસ્થાનથી મુંબઇ લઇ જવાતાં 239 ઘેટા-બકરાંને ઉગારી લેવાયા

નવાગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસમાં 3 ઘેટા-બકરા ભરેલી ટ્રક ઝડપી પોલીસને સોંપી

રાજસ્થાનના શિરોહીથી ઘેટા બકરા ભરીને ટ્રક મુંબઈ જવાની હોય જે અંગેની બાતમી એનજીઓને મળતાં એનજીઓ કામરેજના ઉંભેળ ગામે વોચમાં હતાં. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતાં તપાસ હાથ ધરતાં ક્રૂરતા પૂર્વક ભરેલા 239 ઘેંટા બકરા મળી આવ્યા હતાં. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એન. જી. ઓ. હેલ્પીંગ હેન્ડસ ફાઉન્ડેશનનાં સેક્રેટરી હમીરસિંહ હેમંતસિંહ ગોહિલ (ઓફિસ સમર્પણ બિઝનેસ હબ નનસાડ રોડ કામરેજ) તથા ભાવેશ મનસુખ ગોરસિયા તથા અને પોપટલાલ પરમારને કામરેજ હાઇવેે પરથી ઘેટાં બકરાં ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળેલ હતી. 7 એપ્રિલના વહેલી સવારે કલાકે ઉંભેળ ગામનાં પાદરે વોચમાંં હતાં ત્યારે બાતમી વાળી ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકનાં પાછળનાં ભાગમાં ખીચોખીચ ઘેટાં-બકરા ભરેલા હતાં.

ટ્રકનાં ચાલક પાસેે પાસ પરમીટની માંગણી કરતા ન હોવાનું જણાવ્યું હતું. ચાલકની પૂછપરછ કરતા આસિફખાન ઐયુબખાન સિપાઇ તથા ક્લિનર સલમાન સલીમભાઇ સિપાઇ (રહે.વાઘણા તા સિદ્ધપુર જિ પાટણ)ના હોવાનું જણાવ્યું હતું. તેમજ ઘેટા બકરા રાજસ્થાનનાં શિરોહીથી ભરી મુંબઇ દેવનાર મંડીમાં લઇ જવાનાં હતા. એક બકરાની કિંમત 3000 લેખે 239ની કુલ 7,17,000 તથા ટ્રક નં (GJ 24 X 5888)ની કિં. 7,00,000 મળી કુલ 14,17,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો