કાર્યવાહી:વેલંજા ગામે સલુન અને સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 2ની ધરપકડ

કામરેજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બોગસ ગ્રાહક ઉભો કરી રેડ પાડી, પશ્ચિમ બંગાળની યુવતી મળી આવી

કામરેજ તાલુકાના વેલજા ગામે એક કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પડાયું હતું.

કામરેજ તાલુકાના વેલજા ગામે રંગોલી ચોકડી થી કઠોર ગામ તરફ જતાં રોડ પર આવેલા શિવ આસ્થા કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર નવમાં ન્યુ ઓકે સ્પા એન્ડ સલુન ચાલે છે. આ સલુનના સંચાલક બહારથી યુવતીઓ બોલાવી સ્પાની આડમાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સગવડ પુરી પાડતા હોવાની બાતમી એએસઆઈ નરેશ વસાવાને મળી હતી. આ અનુસંધાને પોલીસે બાતમીની ખરાઈ કરવા માટે શુક્રવારે સાંજે બોગસ ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો.

આ ગ્રાહકે સ્પામાં જઈ સંચાલક સાથે વાત કરી શરીર સુખ માણવા 1000 રૂપિયા નક્કી કર્યા હતા અને કાઉન્ટર પર નાણાં ચૂકવી રૂમમાં ગયો હતો. આ બાબતે બહાર ઉભેલી પોલીસને બોગસ ગ્રાહકે ઈશારો કરતાં પોલીસ સ્ટાફ સ્પામાં ધસી ગયો હતો અને પોલીસ તરીકેની ઓળખ આપી તપાસ શરૂ કરી હતી. સ્પાની અંદર આવેલી કેબીનમાં તપાસ કરતા બોગસ ગ્રાહક અને એક પશ્ચિમ બંગાળની યુવતી મળી આવી હતી. સ્પામાં રાખવામાં આવેલ સોફા પર એક પુરુષ અને મહિલા મળી આવ્યા હતા.

તેમની પૂછપરછ કરતાં ઈસમે તેનું નામ રમેશ કુમાર ફુલા રામ લુહાર (રહે,ગોડાદરા સુરત)હોવાનું જણાવ્યું હતું જ્યારે કાઉન્ટર પર બેઠેલી મહિલાની ઓળખ ડિંડોલી રહેતી મહિલા (મૂળ:પશ્ચિમ બંગાળ) તરીકે થઈ હતી.પોલીસે તલાશી લેતાં સ્પામાં ત્રણ રૂમ બનાવાયા હતાં ત્યાં ગ્રાહક પાસે 1000 રૂપિયા વસૂલ કરી સગવડ પુરી પાડવામાં આવતી હતી.

સ્પાના કાઉન્ટરમાંથી ડમી ગ્રાહક દ્વારા આપવામાં આવેલી 500ના દરની બે નોટ મળી આવી હતી આ સાથે જ બે કોન્ડમ તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 13,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. સ્પાના સંચાલકોએ કરેલી કબૂલાત પ્રમાણે મસાજ અને અન્ય સગવડ માટે ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા વસૂલ કરવામાં આવતાં હતાં તેમાંથી 500 રૂપિયા જે તે મહિલાને ચુકવવામાં આવતા હતાં.

અન્ય સમાચારો પણ છે...