મહિલાનાં ઘરે સાગરિતો સાથે જઇ મહિલાનાંં પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી ૪૮૧૮૨૭ રૂપિયાના સોનાનાં દાગીના રોકડા ૧૫૦૦૦૦રુ તથા સ્કોડા ગાડી ૫૫૦૦૦૦ રૂપિયા મળી કુલ ૧૧૮૧૮૨૭ રૂપિયા પડાવી લીધા હતા. મહિલાનાંં પુત્રએ પોલીસને જાણ કરવા વારંવાર ૧૦૦ નંબર પર ડાયલ કરવા છતાં પોલીસ ફરકી જ નહીં.
પોલીસ સુત્રોથી જાણવા મળતી વિગત મુજબ ખોલવડની સ્ટાર પવિત્ર નગરી એચ ૨ ફ્લેટ નં ૨૦૩ માં છ મહિનાથી ભાડાનાં મકાનમાં રહેતી વિધવા મહિલા નીતાબેન પ્રવિણભાઇ ધડુકને સંતાનમાં 22 વર્ષનો પુત્ર દિવ્યાંગ તથા ૧૮ વર્ષની પુત્રી છેે. જીવન નિર્વાહ માટે નીતાબેન સાડી ભરવાનું તથા ઘરે ભોજનાલય ચલાવે છે જ્યાં તેનાં પતિનો મિત્ર જગદિશભાઇ શંભુભાઇ જોગાણી હાલ રહે. સુરત મુળ રહે.વાવેરા ગામ રાજુલા જી અમરેલી. જમવા આવતો હતો અને મહિનેે પાંચ હજાર રૂપિયા આપતો હતો.
તા. ૬ા૧૧ા૨૨નાં સાંજે છ એક વાગે જગદિશ નીતા બહેનના ઘરે હાજર હતા ત્યારે ૪થી પ માણસો જેમાં નાસીર નસરૂદ્દીન ગરાસિયા (કુડસદ), જીગ્નેશ જીયાણી (મોટાવરાછા) અને ઇસલમ (ખોલવડ) મયુરસિંહ (જે પોલીસવાળો હોવાનું કહેવાય છે) તથા ઇમુ નામનો ઇસમ તથા બીજા માણસો આવ્યા હતા અને જગદિશ પાસેે રૂપિયાની માંગણી કરી માથાકુટ કરતા નીતાબેનનાં પુત્ર દિવ્યાંગે ઘરમાંથી બહાર જઇ સોસાયટીની બહાર જઇ વાત કરવા જણાવતા નાસીરે દિવ્યાંગને તમાચા મારી દીધા હતા તે વખતેે દિવ્યાંગને બચાવવા નીતાબેન વચ્ચેે પડતા નાસીરે તેનેે પણ ધકકો મારી ફેંકી દીધી હતી.
ગમેતેમ નાલાયક ગાળો આપી ડરાવી ધમકાવી જગદિશ રૂપિયા નહીં આપે તો હવે તમે આપી દો કહીં દિવ્યાંગને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અનેે તમારા શરીર પરના અને ઘરમાનાં દાગીના આપી દો નહીં તો દિવ્યાંગને કાલ સાંજ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી નાસીર અને જગદિશે આપી હતી.
જેથી પોતાનાં એકમાત્ર પુત્રની જીંદગી જોખમમાં હોય ગભરાઇ ગયેલી નીતાબેને ગળામાં પહેરેલી સાડા ત્રણ તોલાની સોનાની ચેન કિં ૧૧૭૦૦૦રુ બંને હાથમાંં પહેરેલી બે તોલાની સોનાની કડલી કિં ૧૦૮૮૨૭ તથા દિવ્યાંગનાં ગળામાંની સાડા ત્રણ તોલાની રૂદાક્ષની માળા કિં.૧૬૦૦૦૦ તથા સોનાનું પેંડલ કિં ૫૧૦૦૦રુુતથા બેેસોનાની વીંટી કિં ૪૫૦૦૦રુ મળી કુલ ૪૮૧૮૨૭રૂપિયાનાં દાગીના પડાવી લીધા હતા.
બરાબર તેે વખતે દિવ્યાંગે ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવા વારંવાર પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન લાગ્યો ન હતો અને ઉપરોક્ત ઇસમો સાથે મયુર નામના પોલીસવાળો પણ હોય તેણે દિવ્યાંગને તારે જે પોલીસને બોલાવવી હોય તેને બોલાવ હું બધાને ઓળખું છુ કહીં દિવ્યાંગ પર પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો.અને બધા ચાલ્યા ગયા હતા.
તેમજ બીજે દિવસે તા.૭ા૧૧ા૨૨ નાં સવારે દસ વાગે નાસીરે ફોન કરી આટલા દાગીનામાં મારા પૈસા વસુલ થાય એમ નથી બે લાખ રોકડા અને તારી સ્કોડા ગાડી ખોલવડ બજારમાં ઇસલમ નામનાં શખ્સને આપી ગીરનાર હોટલ પર આવી જવા કહીં નહીં તો જાનથી મારી નાંખીશું ની ધમકી આપતા નીતાબેને ઇસલમને દોઢ લાખરોકડા તથા સ્કોડા ગાડી નં GJ 01 RK 2323 કિં ૫૫૦૦૦૦રુ નીં સોંપી દઇ મુંબઇથી અમદાવાદ જતાં હાઇ વે પર માનસરોવર એપાટઁમેન્ટ ગીરનાર હોટલ પાસે ગઇ હતી.
જ્યાં ફરીથી ધમકી આપી હતી. અને હવે પોલીસ પાસે જવું હોય તો જાવ મારા પર ચાર ગુના છે અને પાંચમો ગુનો નોધાશે. બાદમાં નીતાબેને ઉપરોક્ત તમામ ઇસમો વિરૂધ કામરેજ પોલીસ મથકે ઇપીકો ૩૯૫ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૫૦૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.