તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કામરેજના કેમ્પમાં 116 બોટલ રક્ત એકત્ર કરાયું

નવાગામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરએસએસએ સ્મીમેર અને લોકસર્મપણ બ્લડબેંકને બ્લડ અર્પણ કર્યુ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)દેશભક્તિઅને સેવા કાર્ય માટે જાણીતો છે. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં RSS સેવા કાર્યોમાં વ્યસ્ત છે. ગત વર્ષે સતત બે માસ સુધી જરૂરીયાત મંદોને રાશનકીટ પહોંચાડવી પરપ્રાંતિય શ્રમિકોને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવી તંત્રને જયાં જરૂર પડે ત્યાં મદદ કરવી રકતદાન શિબિર કરવી જેવાં કાર્યોમાં સંઘ વ્યસ્ત છે.

આગામી સમયમાં 18 વર્ષથી ઉપરનાં તમામ નાગરિકો માટે રસીકરણનો પ્રારંભ થવાનો છે. ત્યારે રસી લીધા બાદ બે માસ રકતદાન ન થઇ શકવાને કારણે લોહીની તંગી પડી શકે છે. આવા સંજોગોમાં RSS દ્વારા 2-5-2021નાં રવિવારનાં સવારે 8.30થી બપોરનાં બે વાગ્યા સુધી એબીસી મોલ કેનાલ રોડ કામરેજ ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 116 બોટલ રકત એકત્ર કરી સ્મીમેર બ્લડ બેંક અને લોક સમર્પણ બ્લડ બેંકમાં જમા કરાવ્યું હતું.

કોરોનામાં મહામારીમાં સાંકી ગામે બે કલાકમાં 26 યુનિટ રક્ત એકત્ર કરાયુ
નવસારી ખાતે કાર્યરત “રોટ્રેક્ટ ક્લબ ઓફ હરીજ્યોત” તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા પલસાણા તાલુકાનાં સાંકીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાના એવાં ગામમાં 20 યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક હતો. તેમ છતાં સ્થાનિક યુવાનો અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ દાખવતા બે કલાકમાં 26 યુનિટ બ્લ્ડ એકત્રિત થયું હતું, જે રક્ત નવસારી રેડક્રોસ બ્લ્ડ બેન્કને અર્પણ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો