તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી 11 બાઇક ચોરનારો પકડાયો

નવાપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ચોરેલી 11 બાઇક સાથે પકડાયેલો ચોર. - Divya Bhaskar
ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ચોરેલી 11 બાઇક સાથે પકડાયેલો ચોર.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટર સાયકલની ચોરી કરનાર યુવકને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે 11 કેસોમાં આઠ મોટરબાઈકની ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે. જ્યારે તેની પાસેથી 11 બાઈક અને 5.87 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

નંદુરબાર એલસીબીએ ધડગાંવમાં એક શંકાસ્પદ યુવકની મોટરસાઇકલ સાથે ધરપકડ કરી હતી. નામ પૂછતાં દેવીદાસ ઉર્ફે બાદશાહ કૈલાસ રાઉત, (રહે કટીના રાઉતપાડા તા અક્કલકુવા)ની ઓળખ આપી હતી. વધુ પૂછપરછ બાદ યુવકે મહારાષ્ટ્ર, નંદુરબાર, ધુલે અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી વિવિધ કંપનીઓના મોટરસાઇકલ અને મોબાઇલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસની ટીમે શંકાસ્પદ ઇસમના ખેતરમાંથી 5.80 લાખની કિંમતની વિવિધ કંપનીઓની 11 મોટરસાઇકલ અને મોબાઈલ મળી કુલ 5.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

11 ગુના ઉકેલાયા
મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા પોલીસ સ્ટેશનમાં 3, ધડગાંવ પોલીસ સ્ટેશનમાં 1, મોલગી પોલીસ સ્ટેશનમાં 1, દોંડાઇચા 1, ધુલે પોલીસ સ્ટેશનમાં 1, નિઝર (ગુજરાત) પોલીસ સ્ટેશનમાં 1, દેડિયાપાડા પોલીસ સ્ટેશન (ગુજરાત) માં 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...