તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કઠોરમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતાં 100ને ઝાડા-ઉલ્ટી, 3 દિવસમાં 6નાં મોત

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાડા ઉલટીના કેસને પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઉભરાઈ. - Divya Bhaskar
ઝાડા ઉલટીના કેસને પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઉભરાઈ.
  • બે સોસાયટીમાં ઘરે ઘરે પીવાનું ગંદુ પાણી આવતાં લોકો ભોગ બન્યા, પાલિકા મોડેમોડે દોડી
  • 6 માસથી સતત રજૂઆત કરવા છતાં પાલિકાએ પગલા ભર્યા ન હતા, આર્થિક સહાય ચૂકવવા માંગણી

કામરેજનાં કઠોરની વિવેકનગર અનેે રામકિશન કોલોનીમાં દૂષિત પાણીને પગલે ઝાડા ઉલટી થતા 3 દિવસમાં 6 લોકોના મોત થયા છે.જયારે 100 થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. કઠોર ગામનાં વિવેક નગર અને રામકિશન કોલોનીમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા લોકોે ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. કઠોર સીએચસીમાં 50, લોખાત હોસ્પિટલમાં 30 તથા ખાનગી હોસ્પિટલ મળી 100થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં ઝોનના અધિકારીઓ, નાયબ આરોગ્ય અધિકારી તથા હાઇડ્રોલિક વિભાગના એડિશનલ સિટી ઈજનેર જતીન દેસાઈ ટીમ સાથે પહોંચી સરવે કરી દવા વિતરણ કર્યું હતું.

તપાસમાં કુલ 96 કેસ નોંધાયા અને 6 ના મરણ થયાનું જણાયું છે. તાત્કાલિક પાણી અનેે ગટરની લાઇનો ચકાસવાની કામગીરી શરૂ કરી હતી. હાલ રહીશોનેે ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું છે. આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે કહ્યું કે, પીવાના પાણી અને ગટર લાઈન અંગે 6 માસથી રજૂઆત કરાઈ પણ પગલા ન ભરાતા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારને આર્થિક સહાય ચૂકવવી જોઈએ.

પાલિકાના સરવેમાં જ ઝાડા-ઉલટીના સત્તાવાર 96 કેસો નોંધાયા
​​​​​​​ગત રવિવારથી ગેસ્ટ્રોના કેસ આવવા માંડતાં પાલિકાની ટીમે સરવે હાથ ધર્યો હતો, હાઈડ્રોલિક વિભાગ અને ઝોનની ટીમે સ્થળ પર સરવે કરી પાણીના કુલ 52 સેમ્પલ્સ અને 4 ઝાડાના પણ સેમ્પલ લેવાયા છે. મરણનું કારણ ગેસ્ટ્રો હોવાનું અપાયુંુ છે. મરણ થયાં છે તે કઠોરની વિવેક કોલોની અને રામકિશન કોલોનીમાંથી લેવાયેલા 2 સેમ્પલ્સ અનફિટ આવ્યાં છે.

મૃતકોની યાદી : (1) હરેશ શંકર રાઠોડ(36) (2) મોહન છોટુ રાઠોડ (55), (3) ગેમલ વસાવા (4) તનય અનિલ રાઠોડ, (5) શાંતાબેન ઇશ્વર સોલંકી(60) (6) વિજય ઇશ્વર સોલંકી (42)

હજુ લિકેજ શોધવાનું ચાલુ
પાલિકામાં સમાવેશ થયાને વર્ષ થયું છે પરંતુ પ્રાથમિક સુવિધા નવા વિસ્તારોમાં મળી નથી. હાઇડ્રોલિક ખાતાનું કહેવું છે કે,પાણી નેટવર્ક માટે કામ શરૂ કરીએ તો 5 વર્ષ થઈ જાય છે માટે હાલ લિકેજ શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...