તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ અફઘાની રાજદુતને લખ્યું કે...:‘તમે સુરતના હરિપુરા જજો, આ ગામ એક ઇતિહાસ લઇ બેઠું છે’

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1938ના ઐતિહાસિક સંમેલન વેળાની ટેબલ-ખુરશી સહિતની ચીજો આજે પણ યથાસ્થિતીમાં છે

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દજઇએ ગુરુવારના રોજ એક ટ્વિટ કરી હતી. જેમાં તેમણે ભારતના ડોક્ટર દ્વારા કરવામાં આવેલા ઈલાજ બાબતે રકમ નહીં લેવાનો એક હૃદયસ્પર્શી પ્રસંગ શેર કર્યો હતો. જેના રિપ્લાયમાં બાલકૌરસિંગ ધીલ્લોન નામના એક વ્યક્તિએ તેના ગામ હરીપુરા આવવા માટે કહ્યું હતું.

જેના જવાબમાં રાજદૂતે તેમને ગુજરાતમાં સુરતનું હરીપુરા ગામ? એવો પ્રશ્ન પૂછ્યો હતો. આ વાતચીતમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને તેના રિપ્લાયમાં જણાવ્યુ હતું કે, તમે બાલકૌરસિંગ ધીલ્લોનના હરીપુરા પણ જજો અને ગુજરાતના હરીપુરા પણ જજો, આ ગામ પણ એક ઇતિહાસ લઈને બેઠું છે. દેશના વડાપ્રધાને પોતાની ટ્વિટમાં હરીપુરા ગામનો ઉલ્લેખ કરતાં ગામના લોકોએ ગર્વ અનુભવ્યો હતો.

હરિપુરા ગામે અધિવેશન દરમિયાન સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. તે ઐતિહાસીક મકાન અને ત્યાની તમામ ચીજવસ્તુઓ.
હરિપુરા ગામે અધિવેશન દરમિયાન સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. તે ઐતિહાસીક મકાન અને ત્યાની તમામ ચીજવસ્તુઓ.

હરીપુરા ગામની હિસ્ટ્રી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું હરીપુરામાં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું. જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી. હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે અહીં સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા.

1938 વર્ષ ખૂબ જ અગત્યનું હતું. કારણ કે, આ હરિપુરા ગામમાં અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરણી કરાઈ હતી. અધ્યક્ષ બનવાના સમયે તેઓ આ ગામના મકાનમાં રહી તમામ રણનીતિઓ તૈયાર કરી હતી. અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશથી ઉખાડી શકાય, જ્યારે આ મકાનમાં તેઓ રહ્યાં હતાં ત્યારે જે સામગ્રી હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં જોવા મળે છે. ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાયું છે.

અન્ય સમાચારો પણ છે...