વિરોધની અસર:કડોદમાં વર્ષોથી અટકેલા કામો કલાકોમાં થવા લાગ્યાં

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડોદ સોની ફળિયામાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવતાં ઉમદેવારો દોડતા થયા

બારડોલી તાલુકાના કડોદ ગામે વોર્ડ નં 9ના સોની ફળિયામાં પ્રાથમિક સુવિધાના અભાવ હોય. જેથી રહીશોએ ગ્રામ પંચાતની ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં ઉમદેવારો દોડતા થઈ ગયા હતાં, અને જે કામ વર્ષોથી ન થયું તે કામ ગણતરીના કલાકમાં કરી દેવામાં આવ્યું હતું.

ચૂંટણીની જાહેરાત થતાં જ કડોદનું રાજકારણ ગરમાયું હતું. ગામમાં બે પેનલે ઉમેદવારી નોંધાવી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન ગામના વોર્ડ નં 9માં આવેલ સોની ફળિયાના રહીશોએ ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવ્યા હતાં. ફળિયામાં પ્રાથમિક સુવિધા એવી રસ્તા, ગટર, લાઈટ અને સફાઈનો પ્રશ્ન ઉકેલાતો ન હતો. રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં વર્ષોથી કોઈ પણ કામગીરી થઈ ન હતી. ચૂંટાયેલા સભ્યો માત્ર વાયદાઓ કરતાં હતાં.

આ તમામ પ્રશ્નોથી ત્રસ્ત થઈ રહીશોએ મતદાન બહિષ્કારનું શાસ્ત્ર અપનાવતાં ઉમેદવારો દોડતા થઈ ગયા હતાં. ગ્રામ પંચાયતમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ગણતરીના કલાકોમાં કામગીરી શરૂ કરી દીધી હતી. રહીશોના જણાવ્યા અનુસાર વર્ષોથી ગટરની સફાઈ કામગીરી કરવામાં ન આવતી હતી. ફળિયામાં સફાઈ કામદાર આવતાં ન હતાં. જે તમામ કામો બેનર લાગ્યાના ગણતરીના કલાકોમાં શરૂ થઈ ગયા છે. રહીશોએ પોતાના મતની તાકત બતાવતા જ ઉમેદવારો સેવામાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...