તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માગ:4 દિવસની હડતાલ બાદ પણ ન્યાય ન મળતાં મજૂરોની 12 કિ.મી.ની પદયાત્રા

કડોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાંબી પદયાત્રા કરી બારડોલી મામલદારને આવેદન આપવા પહોંચેલા પારડીના (કડોદ) ગ્રામજનો. - Divya Bhaskar
લાંબી પદયાત્રા કરી બારડોલી મામલદારને આવેદન આપવા પહોંચેલા પારડીના (કડોદ) ગ્રામજનો.
  • પારડીના ગ્રામજનો મજૂરી વધારવા મુદ્દે રજૂઆત કરવા પગપાળા બારડોલી પહોંચ્યા

બારડોલી તાલુકાના પારડી (કડોદ) ગામના શ્રમજીવી વર્ગ છેલ્લા 4 દિવસથી હડતાળ પર છે. પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા જતી વેળાએ પોલીસે ટ્રક અટકાવતાં મજૂરો પગપાળા બારડોલી પહોંચી મામલતદારને આવેદન આપ્યું હતું. બારડોલી તાલુકાના પારડી (કડોદ) ગામે ખેત મજૂરો મજૂરી વધારવા માટે છેલ્લા 4 દિવસથી કામથી અળગા રહ્યા હતાં. છેલ્લા 4 દિવસથી હડતાલ પર છે. હાલ 100 રૂપિયા મજૂરી આપવામાં આવે છે.

જેનો વધારો કરી 150 કરવા માટે રજૂઆત કરી છે. પરંતુ ત્રણ ચાર મિટિંગ થયા બાદ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં શુક્રવારના રોજ બારડોલી મામલતદારને આવેદનત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા કેટલાક મજૂરો મોટરસાઈકલ પર પહોંચ્યા હતાં. જ્યારે મોટી સંખ્યામાં મજૂરો ટ્રકમાં જઈ રહ્યા હતાં ત્યારે તમને પોલીસે અટકાવ્યા હતાં અને ટ્રકમાં સાથે ન જવા માટે જણાવી ટ્રકને વાળી હતી. પરંતુ મજૂરોએ હિંમત ન હારતાં 100 જેટલા મજૂરો 12 કિમી પગપાળા બારડોલી મામલતદાર ઓફિસે પહોંચ્યા હતાં. અને નિરાકરણની માંગ કરી હતી.

આગીમી ચૂંટણીમાં અમારી તાકત બતાવીશું
મજૂરોના જણાવ્યા મુજબ ચૂંટણી હોય ત્યારે રાજકીય નેતાઓ વચનો આપી જાય છે, પછી અમને યાદ કરતાં નથી. હાલ અમો મુશ્કેલીમાં છે ત્યારે કોઈ પણ રાજકીય આગેવાનો આવી ભાવ વધારામાં મદદ કરાવી નથી. આવનારા દિવસોમાં આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારી તાકત બતાવી દઈશું.

અન્ય સમાચારો પણ છે...