પતંગબાજોનો ઉત્સાહ:પવનની ગતિ 15થી 20 કિમી વચ્ચે રહેતા પતંગબાજોને મોજ પડી જશે

કડોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પતંગ રસિયાઓએ પતંગ, દોરી સહિતની તમામ વસ્તુની તૈયારીઓ કરી પેચ લેવા સજ્જ થઈ ગયા છે. પરંતુ એક સવાલ હેરાન કરી રહ્યો છે કે ઉતરાયણના દિવસે પવન રહેશે કે નહીં ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં આ વર્ષે ઉત્તર પૂર્વિય15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે. 14 જાન્યુઆરીના પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વાસી ઉતરાણ એટલે કે 15મી જાન્યુઆરીના રોજ પણ આજ પ્રમાણે પવનની ગતિ રહેશે. જે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સારી કહેવાય છે. જોકે, બુધવારે પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.

પતંગરસિયા ઉતરાયણની તૈયારી કરી રહ્યા છે આ સાથે પવનની ગતિ સારી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે દર વર્ષે સામાન્ય રીતે ઉતરાયણના બે દિવસ પહેલા પવન સારો હોય અને ઉત્તરાયણના દિવસે બપોર થતા તો પવનની ગતિ સામાન્ય થઈ જાય છે. અને છેક સાંજના સમયે પવનની ગતિ તેજ થાય છે. જેથી દિવસ દરમિયાન પવન ઓછો રહેવાથી પતંગ રસિયાઓને પતંગ ચગાવાવા શ્રમ કરવો પડે છે.

જેના કારણે પતંગ રસિયા નારાજ થઈ જાય છે. પરંતુ ચાલુ વર્ષે જિલ્લા કૃષિ હવામાન એકમ અને હવામાન વિભાગનું અનુમાન છે કે, પવનની ગતિ સારી રહેશે.15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે 10 થી 15 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તો પતંગ સારી રીતે ચગાવી શકાય.પરંતુ આખો દિવસ પવનની ગતિ સારી રહેવાની આગાહીને કારણે પતંગબાજોનો ઉત્સાહ બેવડાયો છે.

અન્ય સમાચારો પણ છે...