તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:મઢીમાં સ્વૈચ્છિક લોકડાઉને કોરોના સંક્રમણની સાંકળ તોડી, લોકડાઉન બાદ કેસ ઘટી ગયા

કડોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના દરેક તાલુકા કોરોનાગ્રસ્ત બન્યા છે, જેમાં બારડોલી તાલુકાના મઢી ગામને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું. મઢી ગામમાં બીજી લહેરમાં પ્રતિદિન 8-9 કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતાં. ત્યારબાદ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરતાં કેસમાં ઘટાડો નોંધાયો છે. હાલ કેસ કાબૂમાં આવતાં હાલ પ્રતિદિન 1-2 કેસ આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગે મઢી હોટ સ્પોટ જાહેર કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા મઢી ગામે રોજિંદા ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. ગામમાં પ્રતિદિન 8-9 કેસ સામે આવી રહ્યા હતાં. વધતા કેસને કારણે ગ્રામપંચાયત તેમજ આગેવાનોએ ગામમાં સ્વૈચ્છિક લોડાઉન કરવાનું વિચાર્યું હતું. ગામમાં વિકેન્ડ લોકડાઉનની સાથે સાથે 5મેથી 9 મે સુધી સ્વૈચ્છિક લોડાઉન કર્યું હતું. જેમાં સંપૂર્ણ બજારો બંધ રાખવામાં આવ્યા હતાં.

લોકોની અવર જવર સંપૂર્ણ બંધ રહી હતી. આ લોકડાઉનમાં વેપારીઓ તેમજ ગ્રામજનોએ સહકાર આપ્યો હતો. જેના કારણે કરોના સંક્રમણની ચેન તૂટી હતી. 10 મે બાદ બજારો શરૂ થયા જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.

સ્વૈચ્છિક લોકડાઉનમાં ગ્રામજનો-વેપારીનો સહયોગ
અમારા ગામમાં પહેલા 8-9 રોજના પોઝિટિવ કેસ સામે આવતા હતાં. ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉનમાં ગ્રામજનો અને વેપારીનો સહયોગ રહ્યો હતો. 12મીના રોજ માત્ર 1 પોઝિટિવ કેસ આવ્યો છે. આઈસોલેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીનો પૂરતી સુવિધા મળી રહી છે. > પુષ્પાબહેન ચૌધરી, મઢી ગ્રામ પંચાયત, સરપંચ

અન્ય સમાચારો પણ છે...