રસીકરણ:સુરતના 440 અને તાપીના 303 સ્થળે થયું વેક્સિનેશન

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં સાજે 6 સુધીમાં 57 % કામ પૂર્ણ, રસીકરણ રાત સુધી ચાલ્યું

17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રદાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય. જે અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે 1.37 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતાં. જિલ્લા ઓરોગ્ય વિભાગ દ્વારા સવારે 7.00થી મોડી રાત્રી સુધી વેક્સિનશન કરવામાં આવી હતી. જે સાંજે 6 વાગ્યા સુધીમાં 57 ટકા પૂર્ણ કરવામાં આવ્યો હતો.

જોકે ત્યાર બાદ પણ વેક્સિનેશ મોડી રાત સુધી ચાલુ રહેતા ફાઇનલ આંકડો વધવાની શક્યતા છે.જિલ્લાના લોકો માટે 1,37,500 કોરોના વિરોધી ડોઝ ફાળવવામાં આવ્યા હતાં. જિલ્લામાં 440 સ્થળો પર સવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ હતી. જે સાંજે 6.00 વાગ્યા સુધીમાં 78252 લોકોને વેક્સિન મુકાઇ હતી.

તાપીમાં 28812 લોકોને વેક્સિન અપાઇ
વ્યારા | તાપી જિલ્લામાં પણ સવારથી વેક્સિનેશન મહાઅભિયાનનો પુરજોશમાં પ્રારંભ કરાયો હતો.જેના પરિણામ સ્વરૂપે સાંજે 06 વાગ્યા સુધીમાં જિલ્લાના 303 સ્થળોએ કુલ- 28,812 લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ઉપરાંત વહેલી સવારથી જ આ અભિયાનમાં સેવા બજાવી સો ટકા રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા મહેમત કરી રહેલા બુથના અધિકારી અને કર્મચારીઓને કામગીરીને કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓએ બીરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...