અકસ્માત:બારડોલીના ભામૈયા પાસે ટેમ્પો અને મોપેડને અડફેટે લઇ ટ્રક પલટી મારી ગઇ,6 લોકો ઘવાયા

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતનો ભોગ બનેલો ટેમ્પો અને મોપેડ. - Divya Bhaskar
અકસ્માતનો ભોગ બનેલો ટેમ્પો અને મોપેડ.
  • આગળ ચાલતી કારે અચાનક ટર્ન લેતાં ટેમ્પો અને મોપેડે બ્રેક મારવી પડી ને સર્જાયો અકસ્માત
  • દેવમોગરા બાબરીની વિધી પતાવી પરત ફરતાં વેરાવરના પરિવારને અકસ્માત

બારડોલી તાલુકાના ભામૈયા ગામની સીમમાં આગળ ચાલતી કારે અચાનક ટર્ન મારતા ટેમ્પો અને મોપેડે બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળથી આવતી ટ્રક બંને વાહનોને અડફેટે લઇ પલટી ગઇ હતી. નવસારી જિલ્લાના વેરાવળ ખાતે રહેતા ભીખુભાઈ છીબુભાઈ હળપતિ ટેમ્પો (GJ-21W-9098)ને બાબરીની વિધી માટે દેવમોગરા ભાડે કરી લઈ ગયા હતાં. જ્યાં વિધી પૂર્ણ પરત ફરતી વેળાએ બારડોલી તાલુકા ભામૈયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે આગળ ચાલતી આઈ 20 કાર (GJ 5RD-9383)ના ચાલકે અચાનક વાઘેચા જવાના રસ્તા તરફ ટર્ન મારી દીધો હતો.

જેથી કાર પાછળ ચાલતાં એક્ટિવા નં (GJ-19BC-9371)ના ચાલકે પણ બ્રેક મારી ગાડી ઊભી રાખી હતી. તેની પાછળ ચાલતો ટેમ્પો ચાલકે પણ બ્રેક મારી ટેમ્પો ઊભો રાખ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતી ટ્રક નં (GJ-17UU-7086) ટેમ્પો અને મોપેડ સાથે અથડાઇ રોડની બાજુની ગટરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર બબલીબહેન પટેલ, રવિનાબહેન ચૌધરી, શીતલબહેન પટેલ, મુકેશબાઈ પટેલ તથા એક્ટિવા પર સવાર 2 યુવકોને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...