કોરોના રસીકરણ:આજે સુરત જિલ્લામાં 440 સ્થળોએ 1.37 લાખ લોકોનું વેક્સિનેશન થશે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PMના જન્મદિને જિલ્લામાં મોડી રાત્રી સુધી વેક્સિનેશન કરવામાં આવશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને જિલ્લામાં 1.37 લાખ લાભાર્થીને કોરોના વિરોધી રસી મુકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આજરોજ મોડી રાત્રી સુધી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. સુરત જિલ્લામાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે જિલ્લાના 440 સ્થળોએ 482થી વધુ આરોગ્ય કર્મચારીની મદદથી 1,37,500 લોકોનું રસીકરણ કરવામાં આવશે.

જે સવારે 7.00થી મોડી રાત્રી સુધી ચાલુ રહેશે. આજરોજ મોટી સંખ્યામાં લોકોને પ્રથમ અને બીજો ડોઝ આપી એક નવો લક્ષ્યાંક જિલ્લા આરોગ્ય વિભાગ હાંસલ કરશે. જિલ્લાના 695 ગામોમાંથી 163 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરી દેવામાં આવી છે.

જિલ્લામાં કુલ 10,24,234 લોકોનો પ્રથમ ડોઝ એટલે કે 79 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 2,81,548 લોકોએ બીજો ડોઝ લઈ 27 ટકા રસીકરણ થયું હોવાનું જણાવ્યું છે.

100 ટકા વેક્સિનેશન વા‌ળા ગામોનું સન્માન
જિલ્લામાં આજે વિવિધ 440 સ્થળોએ વેકસીનેશન યોજાશે. રસીકરણ સાથે સો ટકા વેક્સીનેશન ધરાવતા ગામોના સરપંચોને સન્માનિત પણ કરાશે. સુરત જિલ્લામાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો લોકોને રસીના કવચથી રક્ષિત કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

કોરોના સામેની લડતમાં વેક્સિન ઢાલ સમાન
કોરોના સામેની લડતમાં વેક્સિનેશન ઢાલ સ્વરૂપ છે. લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ. પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝના સમયસર વેક્સિન લઈ લેવી. જે લોકોએ વેક્સિન ન લીધી તેમણે વહેલી તકે વેક્સિન લઈ લેવી. આજે મોડી રાત્રી સુધી વેક્સિનેશન ચાલશે બાકી તમામ લાભાર્થીએ વેક્સિન લઈ લેવી. - ડો. હસમુખ ચૌધરી, સુરત જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...